ⓘ Free online encyclopedia. Did you know? page 147
                                               

કેલિકો ડોમ

કેલિકો ડોમ અમદાવાદ, ગુજરાતમાં આવેલો બકમિન્સ્ટર ફુલરની રચનાઓ દ્વારા પ્રેરિત એક આધુનિક અને ભૌમિતિક ગુંબજ હતો. તે કેલિકો મિલની વેચાણ માટેની દુકાન તેમજ પ્રદર્શન માટેનું સ્થળ હતો અને ૧૯૬૨માં ખૂલ્લો મૂકવામાં આવ્યો હતો. પછીથી તે પડી ગયો હતો અને ૨૦૧૩માં ...

                                               

કેલીયા જળાશય યોજના

કેલીયા જળાશય યોજના ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં કેલીયા ગામ ખાતે ખરેરા નદી કે જે અંબિકા નદીની સહાયક નદીઓ પૈકીની એક છે, તેના પર નિર્મિત એક બંધ છે. આ યોજનાનો હેતુ સિંચાઈ અને પૂર નિયંત્રણનો છે. આ બંધન ...

                                               

કેવડીયા રેલ્વે સ્ટેશન

કેવડીયા રેલ્વે સ્ટેશન ગુજરાતમાં આવેલું રેલ્વે સ્ટેશન છે. તે કેવડીયાથી ૭ કિમી દૂર નર્મદા નદીના કાંઠા પર આવેલું છે. આ સ્ટેશનના નિર્માણનો હેતુ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓ માટે પ્રવાસ વધુ સુલભ બનાવવાનો છે. કેવડિયા રેલ્વે સ્ટેશન સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ...

                                               

કોટેશ્વર (તા. લખપત)

કોટેશ્વર ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ, તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામ ...

                                               

કોનકોર્ડ

એરોસ્પેશ્યલ - બીએસી કોનકોર્ડ ટર્બોજેટની શકિત ધરાવતું સુપરસોનિક પેસેન્જર એરલાઇનર, એક સુપરસોનિક ટ્રાન્સપોર્ટ છે. કોનકોર્ડ એ અંગ્રેજ અને ફ્રાન્સ સરકારની સંધિને પરિણામે એરોસ્પેશ્યલ અને બ્રિટીશ એરક્રાફટ કોર્પોરેશનના સંયુકત ઉત્પાદન પ્રયાસોની નિપજ છે. ઈ ...

                                               

કોરેગાંવની લડાઈ

કોરેગાંવની લડાઈ એ જાન્યુઆરી ૧, ૧૮૧૮ના રોજ અંગ્રેજ ઇસ્ટ ઇન્ડિયા કંપની અને મરાઠા સામ્રાજ્યના પેશવા જૂથના સૈનિકો વચ્ચે લડવામાં આવી હતી. આ લડાઈ કોરેગાંવ ભીમા ખાતે લડાઈ હતી. પેશવા બાજી રાવ બીજા જ્યારે ૨૮,૦૦૦ સૈનિકોનું સૈન્ય લઈ અને કંપનીના કબ્જા હેઠળના ...

                                               

કોરોનાવાયરસ

કોરોનાવાયરસ એ વિષાણુઓનું એક જૂથ છે જે સસ્તન પ્રાણીઓ અને પક્ષીઓમાં રોગો ઉત્પન્ન કરે છે. મનુષ્યમાં કોરોનાવાયરસને કારણે શ્વસન માર્ગમાં ચેપ લાગે છે જે ઘણી વાર હળવો હોઈ શકે છે. અમુક કિસ્સાઓમાં તે સામાન્ય શરદી જેવો લાગે છે. અન્ય સંભવિત કારણોની સાથે અમુ ...

                                               

કોર્પોરેશન

કોર્પોરેશન એ જાહેર રીતે નોંધાયેલ સનદ સાથેનું ઔપચારિક કારોબાર સંગઠન છે, જે તેને અલગ કાનૂની સાહસ તરીકે ઓળખે છે જે તેના પોતાના વિશેષાધિકાર ધરાવે છે અને તેની જવાબદારીઓ તેના સભ્યોની તુલનામાં અલગ પડે છે. કોર્પોરેશન્સના વિવિધ સ્વરૂપો છે, જેમાંના મોટા ભા ...

                                               

કોલાબા

કોલાબા અથવા કુલાબા એ મુંબઈ શહેરના દક્ષિણ ક્ષેત્રમાં આવેલ એક ટાપુ વિસ્તાર છે. ૧૬મી સદીના પોર્ટુગીઝ સામ્રાજ્ય દરમિયાન આ ટાપુ કેન્ડલ નામે જાણીતો હતો. ૧૭મી સદીમાં પછી આ વિસ્તાર બ્રિટિશ અધિકાર ક્ષેત્રમાં આવ્યા પછી આ વિસ્તાર કોલિયો નામથી જાણીતું થયું હતું.

                                               

કોલ્વી ગુફાઓ

કોલ્વી ગુફાઓ અથવા ખોલ્વે ગુફાઓ ભારત દેશના રાજસ્થાન રાજ્યના ઝાલાવાડ જિલ્લામાં કોલ્વી ગામ ખાતે આવેલ છે. આ ગુફાઓ લેટરાઈટ જાતના પથ્થરની ટેકરીમાં કોતરીને બનાવવામાં આવેલ છે. આ બૌદ્ધ ધાર્મિક સ્થળ ખાતે સ્તૂપો અને ચૈત્યો છે, જે બૌદ્ધ સંપ્રદાય આધારીત છે. ત ...

                                               

ક્રમચય

ગણિતશાસ્ત્રમાં ક્રમચય નો ખ્યાલ વસ્તુઓ કે મૂલ્યોના ક્રમ બદલવાના વતર્ન માટે બધા થોડા ફેરફાર ધરાવતાં ઘણાં અર્થો સાથે ઉપયોગમાં લેવામાં આવે છે. અનૌપચારિક રીતે, મૂલ્યોના સમૂહનો ક્રમચય એ ચોક્કસ ક્રમમાં તે મૂલ્યોની ગોઠવણી છે. તેથી {1.2.3}, નામથી સમૂહના છ ...

                                               

ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ વિશ્વવિદ્યાલય

ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ વિશ્વવિદ્યાલય એ ગુજરાતનું એક રાજ્ય વિશ્વવિદ્યાલય છે. આ વિશ્વવિદ્યાલયનો હેતુ પ્રાદેશિક અને ગ્રામીણ વિસ્તારોમાં ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન આપવાનો છે. તેનું નામ ગુજરાતમાં કચ્છના સ્વાતંત્ર્ય વીર શ્યામજી કૃષ્ણ વર્માન ...

                                               

ક્રાઇસ્ટ ધ રિડીમર

ક્રાઇસ્ટ ધ રિડીમર એ બ્રાઝિલનાં શહેર રિયો ડિ જેનેરોમાં આવેલી ઇસુ ખ્રિસ્તની એક વિશાળ પ્રતિમા છે જેની ગણના વિશ્વની વિશાળતમ કલાત્મક પ્રતિમા તરીકે થાય છે. પ્રતિમાની ઉંચાઈ ૩૯.૬ મી. છે, જેમાં તેની ૯.૫ મી. ઉંચી પિઠિકાનો પણ સમાવેશ થઈ જાય છે જ્યારે તેની પહ ...

                                               

ક્રિકેટનું બૅટ

ક્રિકેટ બૅટ એ વિશિષ્ટ ગુણ ધરાવતું સાધન છે જેનો ઉપયોગ ક્રિકેટની રમતમાં બૅટ્સમેન દડાને ફટકારવા માટે કરે છે. તે સામાન્ય રીતે વિલો ઝાડના લાકડામાંથી બને છે. તેના ઉપયોગનો પ્રથમ નિર્દેશ 1624માં કરવામાં આવ્યો હતો. ક્રિકેટ બૅટની બ્લેડ એ લાકડાનો બ્લોક હોય ...

                                               

ક્રિકેટનો ઈતિહાસ

ક્રિકેટ ની રમતનો 16મી સદીથી વર્તમાન દિન સુધી વિસ્તૃત એક જાણીતો ઇતિહાસ છે, 1844થી આંતરરાષ્ટ્રીય મેચ રમાતી હતી, તેમ છતાં આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટનો સત્તાવર ઇતિહાસ 1877 માં શરૂ થયો હતો. આ સમય દરમિયાન, આ રમત તેના મૂળસ્થાન ઈંગ્લેન્ડથી વિકસિત થઈને એ ...

                                               

ક્રિકેટમાં સટ્ટાબાજી સંબંધિત વિવાદો

ક્રિકેટ ની રમતમાં ખેલાડીઓ દ્વારા સટ્ટાબાજીમાં સંડોવણી હોવા સંબંધિત ઘણા વિવાદો સામે આવ્યા છે. ખાસ કરીને, બુકીઓ દ્વારા ઘણાં ખેલાડીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેમને મેચ હારી જવા માટે, મેચના કોઈ પાસાંઓ સાથે સંબંધિત માહિતી અથવા અન્ય માહિતી આપવા મ ...

                                               

ક્રિયાવિશેષણ

ઢાંચો:ExamplesSidebar ક્રિયાવિશેષણ વાકયરચનાનો એક ભાગ છે. નામ સિવાયના ભાષાના કોઈપણ ભાગના અર્થમાં વધારો કરે કે તેમાં ફેરફાર કરે તે શબ્દને ક્રિયાવિશેષણ કહેવામાં આવે છે. નામમાં ફેરફાર કરે તેને સામાન્ય રીતે વિશેષણ અથવા તો ડિટરમીનર નિર્ધારક કહે છે). ક્ ...

                                               

ક્વીન્સલેન્ડ

ઢાંચો:Australia state or territory ક્વીન્સલેન્ડ એ ઑસ્ટ્રેલિયાનું એક રાજ્ય છે જે તળ ખંડના ઉત્તર-પૂર્વ ભાગને આવરે છે. તેની સરહદ તરીકે પશ્ચિમે ઉત્તરીય પ્રદેશ, દક્ષિણ-પશ્ચિમ બાજુ દક્ષિણ ઑસ્ટ્રેલિયા અને દક્ષિણ તરફ ન્યૂ સાઉથ વેલ્સ આવેલ છે. ક્વીન્સલેન્ડ ...

                                               

ક્વોન્ટિકો (ટેલિવિઝન શ્રેણી)

ક્વોન્ટિકો એ જોશુઆ સાફ્રાન દ્વારા બનાવવામાં આવેલી એક રોમાંચક અમેરિકન ટેલિવિઝન શ્રેણી છે જેનો એબીસી ટેલિવિઝન પર ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૫ ના રોજ પ્રથમ ભાગ પ્રસારિત થયો. કથાની નાયિકા છે એલેક્સ પૅરિશ જેના પર આતંકવાદી હુમલો કરાવ્યા હોવાની શંકા છે. શ્રેણીના પ ...

                                               

ક્ષય રોગ

ક્ષયરોગ, જેને ઘાસણી તરીકે પણ ઓળખાય એ દંડાકારના માયકોબેક્ટેરિયા, સામાન્ય રીતે માયકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ દ્વારા માનવીમાં થતો સામાન્ય અને ઘણીવાર ઘાતક ચેપી રોગ છે. તેને પ્રાચીન કાળમાં યક્ષ્મા તરીકે જાણીતું હતું. ટ્યુબરક્યુલોસિસ સામાન્ય રીતે ફેફ ...

                                               

ક્ષેત્રફળ પ્રમાણે વિશ્વના દેશોની યાદી

a Source, unless otherwise specified: pdf Demographic Yearbook - Table 3: Population by sex, rate of population increase, surface area and density, United Nations Statistics Division, 2006, retrieved 2008-08-13

                                               

ક્ષેમુ દિવેટિયા

ક્ષેમેન્દ્ર વિરમિત્ર દિવેટિયા ગુજરાત, ભારતના એક ભારતીય સંગીતકાર અને ગાયક હતા. તેમણે ગુજરાતી ભાષાની ફિલ્મ કાશીનો દિકરો માટે સંગીત આપ્યું જે માટે તેમને રાજ્ય સરકારનો શ્રેષ્ઠ સંગીત નિર્દેશક એવોર્ડ મળ્યો. ગુજરાતી સંગીતમાં તેમના યોગદાન બદલ ગુજરાત સરકા ...

                                               

ખંભાત રજવાડું

ખંભાત અથવા કેમ્બે એ બ્રિટિશ રાજ સમયનું રજવાડું હતું. હાલનું ખંભાત શહેર તેનું પાટનગર હતું. રાજ્યની ઉત્તરે ખેડા જિલ્લો અને દક્ષિણે ખંભાતનો અખાત આવેલો હતો. બોમ્બે પ્રેસિડેન્સીના ગુજરાત વિભાગની ખેડા એજન્સીમાં આવેલું એક માત્ર રાજ્ય હતું, જે ૧૯૩૭માં બર ...

                                               

ખજરાના મંદિર, ઇન્દોર

ખજરાના મંદિર ઈંદોર ખાતે આવેલ વિખ્યાત ગણેશ મંદિર છે. આ મંદિર વિજયનગરથી થોડા અંતરે ખજરાના ચોક નજીક આવેલ છે. આ મંદિરનું નિર્માણ અહલ્યાબાઈ હોલકર દ્વારા કરાવવામાં આવ્યું હતું. આ મંદિરમાં મુખ્ય મૂર્તિ ભગવાન ગણપતિની છે, જે માત્ર સિંદૂર વડે નિર્મિત છે. આ ...

                                               

ખાડિયા

ખાડિયા કે ખાડિઆ અમદાવાદ શહેરનો એક વિસ્તાર છે, કે જે એક સમયે અમદાવાદનો સૌથી પ્રગતિશીલ વિસ્તાર ગણાતો હતો. અમદાવાદ શહેરમાં સૌથી પહેલા પાણીનાં નળ અહીં નાખવામાં આવ્યાં હતાં, તે જ રીતે સૌથી પહેલી ગટર લાઇન પણ આ વિસ્તારમાં નાંખવામાં આવી હતી. લોક બોલીમાં ...

                                               

ખાવડા (તા. ભુજ)

ખાવડા ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં આવેલું એક ગામ છે. ખાવડા પછ્છામ ટાપુની પશ્ચિમે કચ્છના મોટા રણમાં આવેલું છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ, તલ, બાજરી, જુવાર, રજકો ...

                                               

ખીરસરા (તા. નખત્રાણા)

ખીરસરા ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ, તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગ ...

                                               

ખીરસરા રાજમહેલ

ખીરસરા રાજમહેલ એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકામાં આવેલ ખીરસરા ગામ ખાતે આવેલ એક રાજમહેલ છે. કાઠિયાવાડના ભવ્ય ઇતિહાસ અને ધરોહર સ્થળનું એક ઉત્તમ ઉદાહરણ સમાન આ ખીરસરા મહેલ તેની રજવાડી સુંદરતાના કારણે માત્ ...

                                               

ખોડિયાર

ખોડિયાર માતા હિંદુ ધર્મના એક દેવી છે. ખોડિયાર માતાજી જ્ઞાતિએ ચારણ હતા. તેમનાં પિતાનું નામ મામડિયા અથવા મામૈયા અને તેમનાં માતાનું નામ દેવળબા અથવા મીણબાઈ હતું. તેઓ કુલ સાત બહેન અને એક ભાઈ હતાં. જેઓનાં નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ, જા ...

                                               

ખોડીદાસ પરમાર

ખોડીદાસ પરમારનો જન્મ ૩૧ ઑગસ્ટ ૧૯૩૦ના રોજ ભાવનગર ખાતે થયો હતો. તેમના પિતાનું નામ ભાયાભાઈ તથા માતાનું નામ વખતબા હતું. તેમને ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે એમ.એ. સુધીનો અભ્યાસ કર્યો. ૧૯૪૮માં ખોડીદાસ ચિત્રકાર સોમાલાલ શાહના સંપર્કમાં આવ્યા અને તેમના મ ...

                                               

ખોડીયાર જળાશય યોજના

ખોડીયાર જળાશય યોજના અથવા ખોડીયાર બંધ એ એક પાળવાળો બંધ છે જે માટીયાર અને ચણતર પ્રકારનો છે. આ બંધ ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગળધરા ગામની નજીક શેત્રુંજી નદી, કે જે ગીરના જંગલમાં આવેલી ચાંચાંઇ ટેકરીમાંથી નીકળે છે, તેના પર આવેલો છે. ...

                                               

ગડુ (તા. માળીયા હાટીના)

ગડુ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જૂનાગઢ જિલ્લામાં આવેલા કુલ ૧૦ તાલુકાઓ પૈકીના એક એવા માળીયા હાટીના તાલુકામાં આવેલું એક ગામ છે. ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત ...

                                               

ગરમ મસાલો

ગરમ મસાલો એ ભારત અને દક્ષિણ એશિયામાં વપરાતા મસાલાઓનું મિશ્રણ છે. તેને એકલો કે અન્ય પદાર્થ સાથે વપરાય છે.ગરમ શબ્દનો અર્થ અહીં ઉષ્ણ એવો નથી પણ આ મસાલાની તીવ્રતા દર્શાવવા થાય છે.

                                               

ગરવી ગુજરાત ભવન, નવી દિલ્હી

ગરવી ગુજરાત ભવન નવી દિલ્હીના અકબર રોડ ઉપર ૭૦૬૬ ચોરસ મીટર પ્લોટ પર બનાવવામાં આવ્યું છે. રાજધાનીમાં આ પ્રથમ ઇકોફ્રેન્ડલી રાજ્ય ભવન છે. ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની સાથે ભારતના ૧૪મા વડા પ્રધાન નરેન્દ્ર મોદી ...

                                               

ગળી વિદ્રોહ

બંગાળમાં ઈ. સ. ૧૭૭૭થી ગળીનું વાવેતરની શરૂ થયું હતું. લુઇસ બોનાર્ડ નામના એક ફ્રેન્ચ વ્યક્તિએ ભારતમાં આ વાવેતર લાવ્યું હતું. તે કદાચ બંગાળનો પહેલો ગળી વાવેતર કરાવનાર હતો. તેમણે ચંદનનગર હુગલી નજીક તાલદંગા અને ગોલપરા ખાતે ગળીની ખેતી શરૂ કરાવી હતી. યુ ...

                                               

ગાંઠિયો વા

ગાંઠિયો વા, વાતરક્ત એ એક એવો રોગ છે જેમાં સાંધામાં સોજાના ફરી ફરીને હુમલા થાય છે. આ સોજા લાલ, કુમળાં, ગરમ અને દુખાવો કરતા હોય છે. આ દુખાવો ઝડપથી શરુ થાય છે અને મોટા ભાગના કિસ્સામાં આ સમય બાર કલાક કરતા ઓછો હોય છે. તે પૈકીના અડધા કિસ્સામાં પગના અંગ ...

                                               

ગાંધારી

ગાંધારી એ ભારતીય મહાકાવ્ય મહાભારતનું એક મુખ્ય પાત્ર છે. તે ગાંધાર ની રાજકુમારી અને હસ્તિનાપુરના અંધ રાજા ધૃતરાષ્ટ્રની પત્ની અને સો કૌરવોની માતા હતી. ગાંધારીના પતિવ્રતાપણાંને સદ્ગુણનું લક્ષણ માનવામાં આવે છે અને તે મહાકાવ્યની સૌથી આદરણીય નૈતિક શક્ત ...

                                               

ગાંધી આશ્રમ

સાબરમતી આશ્રમ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાના વહીવટી મથક અમદાવાદ શહેરમાં સાબરમતી નદીના કિનારે આવેલ છે. અંગ્રેજો સામેના સત્યાગ્રહની છાવણી તરીકે જાણીતા આ આશ્રમની સ્થાપના ઇ.સ. ૧૯૧૭ના વર્ષમાં અમદાવાદ શહેરના પાલડી વિસ્તા ...

                                               

ગાંધી તીર્થ

ગાંધી તીર્થ એ એક સંશોધન સંસ્થા તથા મહાત્મા ગાંધી આધારિત સંગ્રહાલય છે. આ સંસ્થા ભારતના મહારાષ્ટ્રના જલગાંવમાં આવેલી છે. તેની શરૂઆત અને પ્રસાર ગાંધી રીસર્ચ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. આ સંસ્થા અજંતાની ગુફાઓથી ૬૦ કિ.મી. દૂર આવેલી છે. તેની સ્થાપ ...

                                               

ગાંધી બિફોર ઇન્ડિયા

ગાંધી બિફોર ઇન્ડિયા કે ભારત પહેલાંના ગાંધી એ ભારતીય ઇતિહાસકાર રામચંદ્ર ગુહા વડે લખાયેલું અને ૨૦૧૩માં પૅંગ્વિન રૅન્ડમ હાઉસ દ્વારા પ્રકાશિત થયેલું પુસ્તક છે. આ પુસ્તક મહાત્મા ગાંધીના બે કદના જીવનચરિત્રનો પહેલો ભાગ છે. આ પુસ્તકમાં લેખક ગાંધીજીના દક્ ...

                                               

ગાંધી મંડપમ (ચેન્નઈ)

ગાંધી મંડપમ એ ચેન્નઈના અડયારમાં સરદાર પટેલ રોડ પર બનાવાયેલી સ્મારકોની શ્રેણી છે. આ સંકુલમાં બાંધવામાં આવેલ પ્રથમ માળખું મહાત્મા ગાંધીનું સ્મારક હતું. મદ્રાસના તત્કાલિન મુખ્યમંત્રી સી રાજગોપાલાચારી દ્વારા ૨૭ જાન્યુઆરી ૧૯૫૬ ના દિવસે તે ખુલ્લુ મુકવા ...

                                               

ગાંધી મંદિર, ભતરા

ગાંધી મંદિર ભારતના પૂર્વી કાંઠે ઑડિશા રાજ્યના સંબલપુર જિલ્લામાં ભતરા ખાતે આવેલું છે જેને ૧૯૭૪માં બાંધવામાં આવ્યું હતું. આ મંદિર મહાત્મા ગાંધીને સમર્પિત છે. ગાંધીજીને સમર્પિત એવું ભારતનું આ પ્રથમ મંદિર છે.

                                               

ગાંધી સ્મારક સંગ્રહાલય

ગાંધી સ્મારક સંગ્રહાલય એક સંગ્રહાલય અને લોકસેવા સંસ્થા છે જે ભારતીય નેતા મહાત્મા ગાંધીના જીવનને યાદ રાખવા, તેમના કાર્ય અને સ્મૃતિને જાળવવા માટે સમર્પિત છે. ગાંધીજીના જીવનના સંદેશને જીવંત રાખવા અને લોકો સુધી પહોંચવા ગાંધીજીનાં લખાણો, છાયાચિત્રો, ર ...

                                               

ગાંધી સ્મૃતિ

ગાંધી સ્મૃતિ, એ મહાત્મા ગાંધીજીને સમર્પિત એક સંગ્રહાલય છે, જે ભારતના નવી દિલ્હીમાં, તીસ જાન્યુઆરી રોડ પર આવેલું છે. આ તે સ્થાન છે જ્યાં મહાત્મા ગાંધીજીએ તેમના જીવનના છેલ્લા ૧૪૪ દિવસો પસાર કર્યા હતા અને જ્યાં ૩૦ જાન્યુઆરી, ૧૯૪૮ ના દિવસે તેમની હત્ય ...

                                               

ગાંધીગીરી

ગાંધીગીરી એ ભારતમાં પ્રચલિત એક નવશબ્દ કે નવપદ છે જે ગાંધીવાદના મૂળભૂત સિદ્ધાંતો ને દર્શાવવા માટે વપરાય છે. આ શબ્દ ૨૦૦૬માં આવેલી હિંદી ફિલ્મ લગે રહો મુન્ના ભાઈ ને લીધે પ્રચલિત બન્યો.

                                               

ગાંધીનગર દક્ષિણ

આ બેઠક નીચે જણાવેલ વિભાગોનું પ્રતિનિધિત્વ કરે છે: ગાંધીનગર તાલુકાનાં ગામ: અડાલજ શહેર, આલમપુર, અંબાપુર, અમીયાપુર, બાસણ, ભાત, ભોયાણ રાઠોડ, ભૂંડીયા, ચાંદખેડા મહાનગરપાલિકા, ચંદ્રાલા, ચેખલારાણી, છાલા, ચિલોડા નરોડા શહેર, ચિલોડા, ડભોડા, દાંતલિયા, દશેલા, ...

                                               

ગાંધીવાદ

ગાંધીવાદ એવા વિચારોનો સંગ્રહ છે જે મહાત્મા ગાંધીનાં પ્રેરણા, વિચારો અને કાર્યોને દર્શાવે છે. તે ખાસ કરીને અહિંસક પ્રતિકારના વિચારમાં તેના યોગદાન સાથે સંકળાયેલ છે, જેને ક્યારેક નાગરિક પ્રતિકાર પણ કહેવામાં આવે છે. ગાંધીવાદના બે આધારસ્તંભ સત્ય અને અ ...

                                               

ગાંધીવાદી અર્થશાસ્ત્ર

ગાંધીવાદી અર્થશાસ્ત્ર એ ભારતીય નેતા મહાત્મા ગાંધી દ્વારા વિસ્તૃત આધ્યાત્મિક અને સામાજિક-આર્થિક સિદ્ધાંતો પર આધારિત આર્થિક વિચારની એક શાળા છે. તે સામાન્યતઃ માનવીને તાર્કિક પદાર્થ--કે જે હંમેશા પોતાનો સ્વાર્થ વધારે, જે શાસ્ત્રીય અર્થશાસ્ત્રનો પાયો ...

                                               

ગાંધીવાદી સમાજવાદ

ગાંધીવાદી સમાજવાદ એ મહાત્મા ગાંધીના સિદ્ધાંતોના રાષ્ટ્રવાદી અર્થઘટન પર આધારિત સમાજવાદની શાખા છે. ગાંધીવાદી સમાજવાદ સામાન્ય રીતે ગાંધીજી દ્વારા રચિત હિન્દ સ્વરાજ પર આધારિત છે. રાજકીય અને આર્થિક શક્તિનું ગઠબંધન, તકનીકીના આધુનિકીકરણ અને મોટા પાયે ઔદ ...

                                               

ગાયકવાડ્સ બરોડા સ્ટેટ રેલવે

ગાયકવાડ્સ બરોડા સ્ટેટ રેલવે ગાયકવાડ રાજવંશ શાસિત રજવાડી વડોદરા રાજ્યની માલિકીનો રેલવે માર્ગ હતો. આ માર્ગ પર નેરોગેજ રેલવે દોડાવવામાં આવતી હતી.