ⓘ Free online encyclopedia. Did you know? page 43
                                               

પ્રભાસ પાટણ

પ્રભાસ પાટણ, સોમનાથ પાટણ તરીકે પણ ઓળખાય છે, ઐતિહાસિક નામ દેવ પાટણ, એ ભારતનાં ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળથી ૭ કિ.મી.ના અંતરે આવેલું નગર છે. ભગવાન શિવના ૧૨ પવિત્ર જ્યોતિર્લિંગમાનું એક જ્યોતિર્લિગ સોમનાથ અહીં આવેલું છે.

                                               

બરોડા એન્ડ ગુજરાત સ્ટેટ્સ એજન્સી

બરોડા એન્ડ ગુજરાત સ્ટેટ્સ એજન્સી બ્રિટીશ ભારતની એક રાજકીય એજન્સી હતી જે રજવાડાંઓ સાથેના બોમ્બે પ્રેસિડેન્સીની બ્રિટીશ સરકારના સંબંધોનું સંચાલન કરતી હતી. રાજકીય એજન્ટ, જે પંચમહાલના જિલ્લાના કલેક્ટર પણ હતા, વડોદરા ખાતે રહેતા.

                                               

બાબરીયાવાડ

બાબરીયાવાડ જુનાગઢ રાજ્યના તાબા હેઠળની નાની જાગીર હતી. બ્રિટિશ શાસન સમયે દક્ષિણ મધ્ય કાઠિયાવાડમાં બાબરીયાવાડ જુનાગઢની સૌથી પૂર્વમાં આવેલી જાગીર હતી. બાબરીયાવાડ નામ બાબરીયા રાજપૂતો પરથી પડેલું હતું. તેમાં ૫૧ ગામોનો સમાવેશ થતો હતો.

                                               

બારડોલી સત્યાગ્રહ

ઈ.સ. ૧૯૨૮માં થયેલ બારડોલી સત્યાગ્રહ એ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગુજરાતના બારડોલીમાં ઘટેલી એક મહત્વપૂર્ણ ઘટના છે. આ સત્યાગ્રહ એ સવિનય કાનૂન ભંગની ચળવળનો એક ભાગ હતો. આની સફળતાને કારણે સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્તરે એક નેતા તરીકે ઉભરી આવ્યાં.

                                               

બીજું આંગ્લ-મરાઠા યુદ્ધ

પ્રથમ આંગ્લ-મરાઠા યુદ્ધ દરમિયાન અંગ્રેજોએ ભાગેડુ પેશ્વા રઘુનાથરાવનો પક્ષ લીધો હતો અને પાછળથી તેના પુત્ર બાજીરાવ બીજાને સહાય કરવી ચાલુ રાખી હતી. પુત્ર તેના પિતા જેટલો બહાદુર નહોતો પરંતુ તે કાવતરાં અને ષડયંત્રો રચવામાં માહેર હતો. વધુમાં, તેના ક્રુર ...

                                               

બોરસદ સત્યાગ્રહ

બોરસદ સત્યાગ્રહ એ ગુજરાતના આણંદ જીલ્લામાં આવેલામાં બોરસદ તાલુકામાં, ઈ.સ. ૧૯૨૨-૨૩માં અંગ્રેજો દ્વારા લાદવામાં આવેલા અન્યાયી "હૈડિયા વેરા" ના વિરોધમાં યોજવામાં આવેલો સત્યાગ્રહ હતો. આ સત્યાગ્રહની આગેવાની કરવા મહાત્મા ગાંધીએ સરદાર વલ્લભભાઈ પટેલ ને જણ ...

                                               

ભગત્રવ

ભગત્રવ સિંધુ ખીણની સંસ્કૃતિ સાથે જોડાયેલા એક નાનું પુરાતત્વીય સ્થળ છે. આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા ડો. એસ. આર. રાવની આગેવાની હેઠળ અહીં ખોદકામ કરવામાં આવ્યું હતું. ભગત્રવ દક્ષિણ ગુજરાતના ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું છે. આ સ્થળ અ ...

                                               

ભીમદેવ દ્વિતીય

ભીમદેવ દ્વિતીય ભારતીય રાજા હતા, જેમણે હાલના ગુજરાતના કેટલાક ભાગોમાં શાસન કર્યું હતું. તેઓ ચાલુક્ય રાજપૂત વંશના સભ્ય હતા. તેમના શાસન કાળ દરમિયાન સામંતોના વિદ્રોહની સમાંતરે ઘોરી, પરમાર અને દેવગિરિના યાદવ રાજાઓના બાહ્ય આક્રમણોને પરિણામે રાજવંશની સત્ ...

                                               

ભીમદેવ સોલંકી

ભીમદેવ સોલંકી અથવા ભીમદેવ પ્રથમ સોલંકી વંશનો રાજા હતા જેમણે ભારતના હાલના ગુજરાતના કેટલાક ભાગો પર શાસન કર્યું હતું. તેમના શાસનકાળના પ્રારંભિક વર્ષોમાં ગઝનીના શાસક મહમદ ગઝનીનું આક્રમણ થયું હતું, જેણે સોમનાથ મંદિરનો નાશ કર્યો હતો. ભીમદેવે પોતાની રાજ ...

                                               

ભુચર મોરીનું યુદ્ધ

ભુચર મોરીનું યુદ્ધ જે ધ્રોલના યુદ્ધ તરીકે પણ ઓળખાય છે, નવાનગર રજવાડાની આગેવાની હેઠળ કાઠિયાવાડની સેના અને મુઘલ સામ્રાજ્યની સેના વચ્ચે ભુચર મોરીના ઉચ્ચપ્રદેશમાં સૌરાષ્ટ્રનાં ધ્રોલમાં લડાયેલું યુદ્ધ હતું. તેનો આશય ગુજરાત સલ્તનતના છેલ્લા સુલ્તાન મુઝફ ...

                                               

મહમદ બેગડો

સુલ્તાન અબુલ ફત્હ નસિરુદ્દીન મહેમુદશાહ ૧ એ મહમદ બેગડા ના નામથી પ્રસિદ્ધ ગુજરાતના મુઝફ્ફર વંશના રાજ્યકર્તા સુલ્તાન હતા. તેમણે જુનાગઢ અને પાવાગઢ એમ બે ગઢ જીત્યા હતાં તેથી બે ગઢ જીતનાર, બેગડા નામ પડ્યું હતું. તેઓ ખૂબ ધાર્મિક હોઇ જાણીતા હતા. તેમના વિ ...

                                               

મહી કાંઠા એજન્સી

મહી કાંઠા એજન્સી એક રાજકીય એજન્સી અથવા બોમ્બે પ્રેસિડેન્સીના ગુજરાત વિભાગ હેઠળ બ્રિટીશ ભારતમાં રજવાડાઓનો એક સમૂહ હતો. ૧૯૩૩માં, મહી કાંઠા એજન્સીના દાંતા સિવાયના રાજ્યો વેસ્ટર્ન ઇન્ડિયા સ્ટેટ્સ એજન્સીમાં સામેલ થયા. ૧૯૦૧ની સાલમાં એજન્સીનો કુલ વિસ્તા ...

                                               

મિર્ઝા બદી-ઉઝ-ઝમાન સફવી

બદીઉજ્જમાન સફવી શાહનવાઝ ખાન, મિર્ઝા દક્કન તરીકે પણ જાણીતા, ઈરાન ના સફવી રાજવંશના શહેઝાદા અને શાહજહાંનાં શાસનકાળ દરમ્યાન મુઘલ દરબારમાં એક શક્તિશાળી અમીર હતા. તેઓ ઔરંગઝેબ આલમગીર અને તેમના નાના ભાઈ શહેઝાદા મુરાદ બક્ષના શ્વસુર પણ હતા.

                                               

મૂળરાજ દ્વિતીય

મૂળરાજ અથવા બાળ મૂળરાજ રાજપૂતોના ચાલુક્ય વંશના ભારતીય રાજા હતા. તેમણે વર્તમાન ગુજરાત અને તેની આસપાસના વિસ્તારો પર રાજ કર્યું હતું. અણહિલવાડ પાટણ તેમના રાજ્યની રાજધાની હતી. તેઓ બાળપણમાં જ સિંહાસન પર આરૂઢ થયા હતા અને તેમની માતા નાયકાદેવીએ તેમના ટૂં ...

                                               

મૂળરાજ સોલંકી

મૂળરાજ સોલંકી અથવા મૂળરાજ ૧લો એ ભારતના સોલંકી વંશના સ્થાપક હતા. ગુજરાતના ચાલુક્ય અથવા સોલંકી તરીકે ઓળખાતા આ રાજવંશે હાલના ગુજરાતના કેટલાક ભાગોમાં શાસન કર્યું હતું. ચાવડા વંશના છેલ્લા રાજા સામંતસિંહ ચાવડાને હરાવીને ઈ.સ. ૯૪૦-૯૪૧માં અણહિલવાડ પાટણમાં ...

                                               

રંગપુર (તા. ધંધુકા)

રંગપુર ગુજરાત, ભારતના ધંધુકા તાલુકામાં ખંભાતના અખાત અને કચ્છના અખાતની વચ્ચે આવેલું પુરાતત્વીય સ્થળ અને ગામ છે. તે સિંધુ ખીણની સંસ્કૃતિના સમયગાળાનું સ્થળ છે અને લોથલથી ઇશાન દિશામાં આવેલું છે.

                                               

રા ગ્રહરિપુ

રા ગ્રહરિપુ વિશ્વરાહનો અનુગામી ચુડાસમા રાજા હતો. તે રા ગ્રહાર, રા ગ્રહારીયો અને રા ઘારીયો નામથી પણ પ્રખ્યાત છે. તેને કચ્છના રાજા ફુલાના પુત્ર લાખા સાથે અને અન્ય તુર્ક રાજાઓ સાથે મૈત્રી ભર્યા સંબંધો હતા. તે પાટણના સોલંકી વંશના પ્રથમ રાજા મૂળરાજ સો ...

                                               

રા નવઘણ

રા નવઘણ જુનાગઢનો રાજા હતો. એવી લોકવાયકા છે કે તે તેની માના ઉદરમાં નવ ચોમાસાં એટલે કે નવ વર્ષ રહ્યો હતો, તેથી તેનું નામ નવઘણ પડ્યું. તે ચુડાસમા રાજા રા દિયાસનો પુત્ર હતો. તેણે જુનાગઢના વનસ્થલી પર ઇસ. ૧૦૨૫થી ૧૦૪૪ સુધી રાજ કર્યું હતું. પાટણના રાજા દ ...

                                               

રાજપીપળા રજવાડું

રાજપીપલા રજવાડું સંપૂર્ણ આંતરિક અધિકારક્ષેત્ર ધરાવતું દેશી રજવાડું હતું. તેમાં ગોહિલ રાજપૂત વંશ દ્વારા આશરે ૧૩૪૦થી ૧૯૪૮ સુધી ૬૦૦ વર્ષથી વધુ સમય સુધી શાસન હતું. તે રેવા કાંઠા એજન્સીનું સૌથી મોટું રાજ્ય અને એકમાત્ર પ્રથમ-વર્ગનું રાજ્ય હતું. ગુજરાત ...

                                               

રેવા કાંઠા એજન્સી

રેવા કાંઠા બ્રિટીશ ભારતની રાજકીય એજન્સી હતી, જે રજવાડાના સંકલન સાથે બ્રિટીશ સરકારની બોમ્બે પ્રેસિડેન્સીના સંબંધો નું સંચાલન કરતી હતી. તે ગુજરાતના મેદાન અને માળવાના પહાડોની વચ્ચે, તાપી નદીથી મહી નદી સુધી રેવા નદીને ઓળંગીને લગભગ ૧૫૦ માઇલ સુધી ફેલાય ...

                                               

લાટ (વિસ્તાર)

શક્તિ-સંગમ-તંત્ર, શક્તિ પંથનો ૭મી સદીનો ગ્રંથ લાટને અવંતિની પશ્ચિમમાં અને વિદર્ભની ઉત્તર-પશ્ચિમમાં દર્શાવે છે. તેજ રામ શર્માના મત અનુસાર લાટની ઉત્તરીય સીમા મહી નદી વડે અથવા અમુક સમયે નર્મદા નદી વડે રચાઇ હતી. દક્ષિણમાં લાટ પુર્ણા નદી સુધી અને અમુક ...

                                               

લાટના ચાલુક્ય

લાટના ચાલુક્ય એક ભારતીય રાજવંશ હતા, જેમણે ૧૦મી અને ૧૧મી સદી દરમિયાન વર્તમાન ગુજરાતના લાટ પ્રદેશ પર શાસન કર્યું હતું. તેમણે શરૂઆતના વર્ષોમાં પશ્ચિમી ચાલુક્યોના સામંતો તરીકે શાસન કર્યું હતું અને છેવટે ગુજરાતના ચાલુક્યો એ તેમને હરાવ્યા હતા.

                                               

વનરાજ ચાવડા

તેને જૈન મુનિઓ દ્વારા શિક્ષણ આપવામાં આવ્યું. તેણે ભીલ આદિવાસીઓની સેના ઉભી કરી અને તેના મિત્ર અણહિલ ની મદદથી તેણે પોતાના પિતાનું રાજ્ય પાછું મેળવ્યું અને ઇસ ૭૪૬માં અણહિલવાડ પાટણની શહેરની સ્થાપના કરી. અણહિલના સન્માનમાં તેણે શહેરનું નામ તેના પરથી આપ ...

                                               

વલ્લભરાજ

વલ્લભરાજ એક ભારતીય રાજા હતા જેમણે હાલના ગુજરાતના કેટલાક ભાગો પર શાસન કર્યું હતું. તેઓ ચાલુક્ય વંશના સભ્ય હતા. તેમણે એક વર્ષથી પણ ઓછા સમય સુધી શાસન કર્યું અને દુશ્મન સામે કૂચ કરતી વખતે શીતળાના કારણે મૃત્યુ પામ્યા હતા.

                                               

વલ્લભી વિશ્વવિદ્યાલય

વલ્લભી વિશ્વવિદ્યાલય એ ૬૦૦ અને ૧૨૦૦ના સૈકાઓ દરમ્યાન બૌદ્ધ ધર્મના શિક્ષણનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર હતું. આ સંસ્થા બૈદ્ધ ધર્મના હિનયાન ફિરકા દ્વારા સંચાલિત હતી. વલ્લભીએ ૪૮૦થી ૭૭૫ સુધા મૈત્રક સામ્રાજ્યની રાજધાની હતી. તે સૌરાષ્ટ્રનું આંતરરાષ્ટ્રીય વેપ ...

                                               

વેસ્ટર્ન ઇન્ડિયા સ્ટેટ્સ એજન્સી

વેસ્ટર્ન ઇન્ડિયા સ્ટેટ્સ એજન્સી બ્રિટિશ ભારતની એજન્સીઓમાંની એક હતી. બંધારણીય સુધારા પર મોન્ટેગ્યુ-ચેમ્સફોર્ડ અહેવાલના અમલીકરણના ભાગરૂપે આ એજન્સીની રચના ૧૦ ઓક્ટોબર, ૧૯૨૪ના રોજ કરવામાં આવી હતી. તેની રચના પૂર્વ કાઠિયાવાડ એજન્સી, કચ્છ એજન્સી અને પાલન ...

                                               

સહસ્ત્રલિંગ તળાવ

સહસ્ત્રલિંગ તળાવ પાટણ, ગુજરાતમાં આવેલું એક મધ્યયુગીન કૃત્રિમ તળાવ છે. તેનું બાંધકામ સોલંકી વંશના શાસન દરમિયાન કરવામાં આવ્યું હતું. પરંતુ હાલમાં તે ખાલી અને ખંડિત અવસ્થામાં છે. તે હવે ભારતના પુરાતત્વ ખાતા દ્વારા મહત્વના રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહે ...

                                               

સુરકોટડા

સુરકોટડા એ ભારતમાં આવેલી સિંધુ ખીણના સંસ્કૃતિના કાળનું એક પુરાતાત્વીક સ્થળ છે. આ સ્થળ એક કિલ્લેબંધ નાના નગરના અવશેષો ધરાવે છે તેનો વ્યાપ ૧.૪ હેક્ટર છે.

                                               

સુરત એજન્સી

આ એજન્સીનો ખંડદેશ એજન્સી તરીકે ૧૯મી સદીમાં સ્થાપના કરવામાં આવી હતી, જે આ પછી ખંડદેશ પ્રદેશ, ૧૮૮૦માં સુરત એજન્સી બની. ૧૯૦૦ ની આસપાસ ડાંગનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને ૧૯૩૩માં તેને નાબૂદ કરવામાં આવ્યો હતો અને બરોડા અને ગુજરાત સ્ટેટ્સ એજન્સીનો ભાગ ...

                                               

૧૮૩૭ સુરત અગ્નિકાંડ

એપ્રિલ ૧૮૩૭માં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની હેઠળના ભારતીય શહેર સુરતમાં આગ લાગી હતી જે પોણા દસ માઈલના વિસ્તાર ફેલાગઈ હતી. દુર્ઘટનામાં ૫૦૦થી વધુ લોકોના મોત થયા હતા અને ૯૭૩૭ મકાનો નાશ પામ્યા હતા. સુરતના ઇતિહાસની આ સૌથી વિનાશક આગ હતી.

                                               

૧૯૭૯ મચ્છુ બંધ હોનારત

મચ્છુ બંધ હોનારત અથવા મોરબી બંધ હોનારત એ પૂર હોનારત હતી જે ૧૧ ઓગસ્ટ ૧૯૭૯ના રોજ ભારતમાં સર્જાઇ હતી. મચ્છુ નદી પર આવેલો મચ્છુ-૨ બંધ તૂટતા રાજકોટ જિલ્લાના ‍ મોરબી શહેરમાં પાણી ફરી વળ્યું હતું. વિવિધ અંદાજો અનુસાર ૧,૮૦૦ થી ૨૫,૦૦૦ લોકોના મૃત્યુ આ દુર્ ...

                                               

૨૦૦૧ ગુજરાત ધરતીકંપ

૨૦૦૧ ગુજરાત ધરતીકંપ ૨૬ જાન્યુઆરી, ૨૦૦૧ના રોજ ભારતના ૫૨માં પ્રજાસત્તાક દિવસે સવારે ૮.૪૬ એ આવ્યો હતો અને ૨ મિનિટ કરતાં વધુ ચાલ્યો હતો. આ ધરતીકંપનું કેન્દ્ર ગુજરાતના કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ચોબારી ગામથી ૯ કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમે હતું. આ ધરતીકં ...

                                               

૨૦૦૨ ગુજરાત હિંસા

2002 ગુજરાત હિંસા એ ઘટનાઓની હારમાળા છે. તેમાં ભારતના ગુજરાત રાજ્યના પૂર્વ ભાગમાં આવેલ ગોધરા ખાતે ટ્રેન સળગવાનો અને ત્યારબાદ ગુજરાતના અન્ય ભાગોમાં થયેલ હિંદુઓ અને મુસ્લિમો વચ્ચેની કોમી હિંસાનો સમાવેશ થાય છે. 27 ફેબ્રુઆરી 2002 ના રોજ ગોધરા ખાતે મુસ ...

                                               

૨૦૧૫ અમરેલી જળ હોનારત

૨૦૧૫ અમરેલી જળ હોનારત એ ૨૪ જૂન ૨૦૧૫, બુધવારના દિવસે થઈ હતી. ગુજરાત રાજ્યમાં સૌથી વધારે અસર અમરેલી જિલ્લામાં જોવા મળી હતી. ગીર સોમનાથ, ગોંડલ અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે તબાહી થઈ હતી. અમરેલી જિલ્લામાં શેત્રુંજી અને સાતલ્લી નદીના પૂરે ભારે વિનાશ વેર ...

                                               

૨૦૧૯ વડોદરા પૂર

જુલાઈ-ઑગસ્ટ ૨૦૧૯ ના મહિનામાં ભારે વરસાદને કારણે, વડોદરા શહેર અને નજીકના તાલુકા ભારે પૂરથી અસરગ્રસ્ત થયા હતા. ૩૧મી જુલાઈ ૨૦૧૯ ના રોજ, વડોદરામાં ૧૨ કલાકની અંદર લગભગ ૫૦૦ મિમિ જેટલો ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે વિશ્વામિત્રી નદી ભયજનક ચિહ્ન થી ૩ ફ ...

                                               

અસહયોગ આંદોલન

અસહયોગ આંદોલન અથવા અસહકારની ચળવળ એ વર્ષો સુધી ચાલેલા ભારતીય સ્વતંત્રતા સંગ્રામનો મહત્વનો તબક્કો હતો. આ આંદોલન ૧૯૨૦ થી શરૂ થઈ અને ફેબ્રુઆરી ૧૯૨૨ સુધી મહાત્મા ગાંધીના નેતૃત્વ હેઠળ ચાલ્યું. આ આંદોલનને ભારતીય મહાસભાએ ટેકો આપ્યો હતો. આ ચળવળનો ઉદ્દેશ્ય ...

                                               

આરઝી હકૂમત

૧૯૪૭માં ભારત તો આઝાદ ઘોષીત થઇ ગયું હતું, પણ હજુ ભારતમાંના કેટલાક રજવાડાઓ રાજા તથા નવાબોના હાથમાં હતા. આવા દેશી રજવાડાઓને આઝાદ કરવાના બાકી હતા. આવા સમયે જૂનાગઢમાં નવાબ મહોબતખાનનું રાજ હતું. શાહનવાઝ ભુટ્ટોએ જૂનાગઢનું પાકિસ્તાન સાથે જોડાણ કરવાનો ખ્ય ...

                                               

ઇન્કલાબ ઝિંદાબાદ

ઇન્કલાબ ઝિંદાબાદ એક ઉર્દૂ-હિંદી નારો છે, જેનું ભાષાંતર "ક્રાંતિ અમર રહો!" એવું થાય છે. આ નારો ઉર્દૂ કવિ અને ભારતીય સ્વાતંત્ર્ય સેનાની મૌલાના હસરત મોહાની દ્વારા ૧૯૨૧માં રચવામાં આવ્યો હતો. તે ભગત સિંહ ૧૯૦૭ - ૧૯૩૧ દ્વારા ૧૯૨૦ના દાયકામાં તેમના ભાષણો ...

                                               

કલ્લરા-પાંગોડ ચળવળ

કલ્લરા-પાંગોડ ચળવળ એ ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા ૩૯ આંદોલનોમાંનું એક છે જેમણે આંદોલન તરીકે દેશને બ્રિટીશ શાસનથી સ્વતંત્રતા પ્રાપ્ત કરવામાં નિર્ણાયક ભાગ ભજવ્યો. ભારતની આઝાદીની કેટલાક સૌથી મહત્વપૂર્ણ આંદોલનો જેમ કે ભારત છોડો આંદોલન, ખિલાફત આંદો ...

                                               

કાનપુરનો ઘેરો

કાનપુરનો ઘેરો એ ૧૮૫૭ની ભારતીય ક્રાંતિ દરમિયાનની એક મહત્ત્વની ઘટના હતી. કાનપુર ખાતે સ્થિત કંપનીનું અંગ્રેજ સૈન્ય અને અંગ્રેજ નાગરિકો લાંબા ગાળાના ઘેરા માટે તૈયાર નહોતા અને તેમણે અલ્હાબાદ સુધીના સુરક્ષિત માર્ગની શરતે નાના સાહેબ સમક્ષ શરણાગતિ સ્વીકા ...

                                               

કુલી-બેગાર આંદોલન

કુલી-બેગાર આંદોલન ઈ.સ. ૧૯૨૧ માં સંયુક્ત પ્રાંત ના કુમાઉં ક્ષેત્રના બાગેશ્વર શહેરમાં સામાન્ય લોકો દ્વારા ચલાવાયેલું અહિંસક આંદોલન હતું. આ આંદોલનનું નેતૃત્વ બદ્રી દત્ત પાંડેએ કર્યું હતું. તમેને આ આંદોલનની સફળતા પછી કુમાઉં કેસરી ના બિરુદથી સન્માનવામ ...

                                               

કોચરબ આશ્રમ

કોચરબ આશ્રમ ભારતની આઝાદીની ચળવળના નેતા ગાંધીજી દ્વારા શરૂ કરવામાં આવેલો પ્રથમ આશ્રમ હતો. ૨૫ મે, ૧૯૧૫ના રોજ તેની સ્થાપના કરવામાં આવી હતી અને તે ગાંધીજીના મિત્ર બેરિસ્ટર જીવણલાલ દેસાઈ દ્વારા તેમને ભેટ આપવામાં આવ્યો હતો. આ આશ્રમ ગુજરાત રાજ્યના અમદાવ ...

                                               

ખેડા સત્યાગ્રહ

ખેડા સત્યાગ્રહ એ ગુજરાતના ખેડા જિલ્લામાં મહાત્મા ગાંધીની આગેવાની હેઠળ બ્રિટીશ રાજ વિરૂદ્ધનો એક સત્યાગ્રહ છે. આ આંદોલન ભારતીય સ્વતંત્રતા સંગ્રામનો એક પ્રમુખ વિદ્રોહ છે. ચંપારણ સત્યાગ્રહ અને અમદાવાદ મિલ હળતાલ બાદનું આ ત્રીજું મહત્ત્વનું આંદોલન છે. ...

                                               

ગાંધી ટોપી

ગાંધી ટોપી એ સફેદ રંગનો આડી પહેરાતી ટોપી છે, તેનો આગળનો અને પાછળનો છેડો અણિદાર હોય છે અને બાજુએ પહોળો પટ્ટો ધરાવે છે. આ ટોપી પ્રાયઃ ખાદી માંથી બનાવવામાં આવે છે. તેનું નામ ભારતીય નેતા મહાત્મા ગાંધીના નામ ઉપર રાખવામાં આવ્યું છે, જેમણે ભારતીય સ્વતંત ...

                                               

ગોળમેજી પરિષદ

ગોળમેજી પરિષદ એ અંગ્રેજ સરકાર દ્વારા સંવૈધાનિક સુધારાઓ પર ચર્ચા કરવા માટે ૧૯૩૦–૩૨ દરમિયાન આયોજીત સંમેલનોની એક શૃંખલા હતી. મે ૧૯૩૦માં સાઇમન કમિશન દ્વારા પ્રસ્તુત અહેવાલ તથા તત્કાલીન વાઇસરોય લોર્ડ ઇરવીન અને બ્રિટીશ પ્રધાનમંત્રી રામસે મેકનોડાલ્ડને મ ...

                                               

ચંપારણ સત્યાગ્રહ

ચંપારણ સત્યાગ્રહ એ મહાત્મા ગાંધીથી પ્રેરીત પહેલું સત્યાગ્રહ આંદોલન અને ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામનો એક મોટો વિદ્રોહ હતો. આ એક ખેડૂત વિદ્રોહ હતો જે બિહારના ચંપારણ જિલ્લામાં થયો હતો. ખેડૂતો ગળીનો પાક લેવા માટે મજબૂર કરાતા તેમણે બ્રિટીશ ઉપનિવેશવાદ વ ...

                                               

ચૌરી ચૌરા કાંડ

ચૌરી ચૌરા એ ભારત દેશના ઉત્તર પ્રદેશ રાજ્યમાં ગોરખપુર શહેર નજીક આવેલ એક નગર છે, જ્યાં ફેબ્રુઆરી ૪, ૧૯૨૨ના દિવસે ભારતીયોએ બ્રિટિશ સરકારની એક પોલીસ ચોકીને આગ લગાડી હતી, જેના કારણે ત્યાં છુપાયેલા ૨૨ પોલીસ કર્મચારીઓ જીવતા બળીને મૃત પામ્યા હતા. આ ઘટના ...

                                               

જલિયાંવાલા બાગ હત્યાકાંડ

જલિયાંવાલા બાગ હત્યાકાંડ ૧૩ એપ્રિલ ૧૯૧૯ ના રોજ પંજાબના અમૃતસરમાં થયો હતો. રોલેટ એક્ટના વિરોધમાં એકઠા થયેલા અહિંસક પ્રદર્શનકારીઓ પર જનરલ ડાયર નામના અંગ્રેજ અધિકારીએ ગોળીબાર કરવાનો હુકમ આપ્યો હતો.જેમાં ૪૧ બાળકો સહિત લગભગ ૪૦૦ વ્યક્તિઓના મૃત્યુ થયા હ ...

                                               

દાંડી સત્યાગ્રહ

દાંડી સત્યાગ્રહ અથવા દાંડીકૂચ એ મહાત્મા ગાંધીના નેતૃત્ત્વમાં અંગ્રેજ શાસન સામે કરવામાં આવેલ અહિંસક સવિનય કાનૂનભંગની ચળવળ હતી. ૧૨ માર્ચ થી ૬ એપ્રિલ ૧૯૩૦ દરમિયાન ૨૪ દિવસ સુધી ચાલેલી આ લડતમાં અંગ્રેજ સરકારના મીઠા પરના એકાધિકાર તેમજ મીઠા પર લગાડવામાં ...

                                               

દિલ્હીનો ઘેરો

દિલ્હીનો ઘેરો એ ૧૮૫૭ની ભારતીય ક્રાંતિની એક નિર્ણાયક લડાઈ હતી. ઇસ્ટ ઇન્ડિયા કંપની વિરુદ્ધની ક્રાંતિ સમગ્ર ઉત્તર ભારતમાં પ્રબળ હતી પણ તેના કેન્દ્રમાં કંપનીની બંગાળ પ્રાંતની જેમાં ફક્ત બંગાળ નહિ પણ આસામથી પેશાવર સુધીનો પ્રદેશ સમાવિષ્ટ હતો સેનાના ક્ર ...