Back

ⓘ ભારતનું સ્થાપત્ય. ભારતના સ્થાપત્ય ના મૂળમાં ઇતિહાસ, સંસ્કૃતિ અને ધર્મ છે. ભારતીય સ્થાપત્યએ સમય સાથે પ્રગતિ કરી વિશ્વના અન્ય ક્ષેત્રો સાથેના તેના બે હજાર વર્ષના ..
ભારતનું સ્થાપત્ય
                                     

ⓘ ભારતનું સ્થાપત્ય

ભારતના સ્થાપત્ય ના મૂળમાં ઇતિહાસ, સંસ્કૃતિ અને ધર્મ છે. ભારતીય સ્થાપત્યએ સમય સાથે પ્રગતિ કરી વિશ્વના અન્ય ક્ષેત્રો સાથેના તેના બે હજાર વર્ષના વૈશ્વિક વાર્તાલાપના પરિણામે આવેલા ઘણા પ્રભાવોને આત્મસાત કર્યા છે. ભારતમાં પ્રચલિત સ્થાપત્ય પદ્ધતિઓ તેની સ્થાપિત બાંધકામની પરંપરાઓ અને બહારના સાંસ્કૃતિક ક્રિયાપ્રતિક્રિયાઓની નિરીક્ષણ અને અમલીકરણનું પરિણામ છે. અસંખ્ય સ્થાપત્ય શૈલીઓ અને પરંપરાઓમાં વિરોધાભાસી હિન્દુ મંદિર સ્થાપત્ય અને ભારતીય -ઇસ્લામિક સ્થાપત્ય સૌથી જાણીતું છે. આ બંનેમાં હિંદુ મંદિર સ્થાપત્ય સંખ્યાબંધ પ્રાદેશિક શૈલીઓ પણ ધરાવે છે.

હિન્દુ મંદિર સ્થાપત્ય મુખ્યત્વે દ્રવિડિયન અને નાગર શૈલીમાં વહેંચાયેલું છે. ચોલા, ચેરા અને પાંડ્ય સામ્રાજ્યો તેમજ વિજયનગર સામ્રાજ્યના શાસન દરમિયાન દ્રવિડ સ્થાપત્ય વિકસ્યું હતું.

ભારતનું પહેલું મોટુ ઇસ્લામિક સામ્રાજ્ય, દિલ્હી સલ્તનત હતું, જેણે ભારતીય અને ઇસ્લામિક લાક્ષણિકતાઓને જોડીને ભારતીય -ઇસ્લામિક સ્થાપત્યનો વિકાસ કર્યો. મુઘલ સામ્રાજ્યના શાસનમાં મોગલ સ્થાપત્ય વિકસ્યું હતું ત્યારનું ભારતીય -ઇસ્લામિક સ્થાપત્ય ઉત્કૃષ્ટ ગણવામાં આવે છે, તાજમહેલ તેમના યોગદાનનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

બ્રિટીશ વસાહતી સમયગાળા દરમિયાન, નિયોક્લાસિકલ, ગોથિક રિવાઇવલ અને બેરોક સહિત યુરોપિયન શૈલીઓ સમગ્ર ભારતમાં પ્રચલિત બની. ભારતીય-ઇસ્લામિક અને યુરોપિયન શૈલીઓના જોડાણને નવી શૈલી મળી, જેને ઇન્ડો-સેરેસિનિક શૈલી તરીકે ઓળખવામાં આવે છે. આઝાદી પછી, વસાહતી સંસ્કૃતિમાંથી પ્રગતિના માર્ગ તરીકે આધુનિક સ્થાપત્યમાં આધુનિકતાવાદી વિચારો ફેલાયા. લી-કોર્બુઝિયર Le Corbusier કે જેમણે ચંડીગઢ શહેરની ડીઝાઈન કરી હતી, તેમણે 20 મી સદીમાં સ્થપતિઓને આધુનિક સ્થાપત્ય તરફ પ્રભાવિત કર્યા હતા.1991 ના આર્થિક સુધારાએ ભારતના શહેરી સ્થાપત્યને વધુ મજબૂત બનાવ્યું કારણ કે દેશ વિશ્વના અર્થતંત્ર સાથે વધુ સંકલિત બન્યો. પરંપરાગત વાસ્તુ શાસ્ત્ર સમકાલીન યુગ દરમિયાન ભારતના સ્થાપત્યમાં પ્રભાવશાળી રહ્યું છે.

                                     

1. કાંસ્ય યુગ ઈ.સ.પૂર્વે 3300 – ઈ.સ.પૂર્વે 1300

સિંધુ ખીણની સંસ્કૃતિ ઈ.સ.પૂર્વે 33૦૦-ઈ.સ.પૂર્વે 1300 એ સિંધુ નદીના પટ અને તેની આસપાસના વિશાળ ક્ષેત્રને આવરી લીધુ હતું. તેના પરિપક્વ તબક્કામાં, ઈ.સ. 2600 – ઈ.સ.પૂર્વે 1900, હડપ્પા, લોથલ અને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ મોહેંજો-દારો સહિતના સ્થળોની વચ્ચે એકરૂપતા દ્વારા ચિહ્નિત કરાયેલા ઘણા શહેરોનું નિર્માણ કર્યું હતું. અહીના નાગરિક અને નગર આયોજન અને ઇજનેરી પાસા નોંધપાત્ર છે, પરંતુ ઇમારતોની રચના "એક આશ્ચર્યજનક ઉપયોગિતાવાદી પાત્રની" છે. અહીં દાણાદારીઓ, ગટર, પાણીની ટાંકી છે, પરંતુ ન તો મહેલો કે મંદિરો ઓળખાઈ શકાય છે, તેમ છતાં શહેરોના મધ્યમાં "ગઢ" કે "કિલ્લા" જોવા મળે છે. મોહેંજો-દારોમાં કુવાઓ છે જે વાવના પુરોગામી હોઈ શકે છે. શહેરના માત્ર એક જ ભાગમાં ૭૦૦ જેટલા કુવાઓ મળી આવ્યા છે, જેના વિષે વિદ્નુવાનોનું એવું માનવું છે કે નળાકાર ઇંટના પાકા કુવાઓ સિંધુ ખીણની સંસ્કૃતિની શોધ કહી શકાય.

સ્થાપત્ય સુશોભન ખૂબ જ ન્યૂનતમ છે, તેમ છતાં કેટલીક ઇમારતોની અંદર "અણીયારા ગોખલા જોવા મળે છે. મોટાભાગના સ્થળોએ માટીની ઇંટો મેસોપોટેમીયાની જેમ તાપમાં પકવેલી નથી નો ઉપયોગ મકાન સામગ્રી તરીકે કરવામાં આવ્યું છે, પરંતુ ધોળાવીરા જેવા કેટલાક સ્પથળોએ પત્થર નો ઉપયોગ થયેલો જોઈ શકાય છે. મોટાભાગના ઘરોમાં બે માળ, લગભગ સમાન કાળ અને નકશામાં બનેલા જોવા મળે છે. મોટા શહેરો ગ્રામ્ય સંસ્કૃતિની અસરને લીધે કોઈ અગમ્ય કારણોસર ઘટ્યા હોઈ શકે.

                                     

1.1. કાંસ્ય યુગ ઈ.સ.પૂર્વે 3300 – ઈ.સ.પૂર્વે 1300 પ્રારંભિક હડપ્પન તબક્કો

હડપ્પાના શહેરી તબક્કાની તારીખ ઈ.સ. પૂર્વે 2600 ની જાણવા મળી છે એમ છતાય, કાલિબંગનમાં પ્રારંભિક અથવા પ્રોટો હડપ્પન કાળથી ખોદકામ પહેલાથી જ કિલ્લેબંધી, ગ્રીડ લેઆઉટ અને ગટર વ્યવસ્થા સહીત શહેરી વિકાસ દર્શાવે છે.

સમકાલીન કાંસ્ય યુગની સંસ્કૃતિમાં ઇમારતોની રચનામાં કાચી માટીની ઇંટોનો બહોળો વપરાશ જોવા મળતો હતો, જ્યારે સિંધુ ખીણની સંસ્કૃતિમાં લોકો પકવેલ માટીની ઈંટનો ઉપયોગ કરવાનું પસંદ કરતા હતા. હડપ્પન સ્થાપત્યની વિશિષ્ટતા કહી શકાય એવું ચણતર કામમાં ઈંગ્લીશ બોન્ડનો વિશ્વમાં સૌ પ્રથમ ઉપયોગ કરવામાં આવ્યો હતો. બાંધકામ ની આ મજબૂત પદ્ધતિમાં એક સ્તરમાં હેડર ઈંટની નાના ભાગની સપાટી અને બીજા સ્તરમાં સ્ટ્રેચર ઈંટના લાંબા ભાગની સપાટી વૈકલ્પિક રીતે ગોઠવવામાં આવે છે. માટીનો ઉપયોગ સામાન્ય રીતે જોડાણ સામગ્રી તરીકે કરવામાં આવતો હતો પરંતુ જ્યાં વધુ સારી તાકાતની જરૂરિયાત હતી, જેમ કે ગટર, ત્યા ચૂનાં અને જીપ્સમના મિશ્ર્રણ ને પ્રાધાન્ય આપવામાં આવતું હતું. ગ્રેટ બાથ જાહેર સ્નાનાગર જેવા સ્થાપત્યમાં, ડામરનો ઉપયોગ વોટર પ્રૂફિંગ માટે કરવામાં આવ્યો હતો. ઈમારત ની ઊભી રેખામાં ગોઠવણી પ્લમ્બ લાઇન ઓળંબા નો ઉપયોગ સૂચવે છે. ઇંટો 4: 2: 1 ના પ્રમાણિત ગુણોત્તરમાં ઉત્પન્ન કરવામાં આવતી હતી અને સિંધુ ખીણની સંસ્કૃતિમાં આ બાબત જોવા મળે છે.

                                     
  • મહત વપ ર ણ ઐત હ સ ક સ ક લ છ ત ન સ થ પત ય ર જપ ત અન ય ર પ યન શ લ ઓન મ શ રણ છ અર ધ - પર પત ર મહ લ સ ક લમ ખ બ જ સ દર સ થ પત ય સ વ ધ ઓ અન વ ગત સ થ સ ખ ય બ ધ
  • શ ર ષ ઠ નમ ન બન વ ય સ ગ રહ લયન ઇમ રતન સ થ પત ય મર ઠ શ લ ય ર પ યન શ લ પ ર થ ન ન શ લ અન મ સ લ મ સ થ પત ય શ લ ઓન મ શ રણથ ત ય ર કરવ મ આવ લ છ
  • અસ ત ત વમ રહ ય હત પ ત ન દર ય ક ન ર ઉપ સન ન સ થળ અન વ શ વ ક સ સ ક ત સ થ પત ય તર ક જ ણ ત ગ વ ન મ લ ક ત દર વર ષ મ ટ સ ખ ય મ આ તરર ષ ટ ર ય અન
  • ખ ડન કર ય અન શ ખર, પ ય અન દ વ લ પરન ક તરણ ઓ પરથ આ મ દ ર ગ જર ત સ થ પત ય શ લ ન હ વ ન ગણ વ ય હત ઢ ક એ મત આપ ય ક મ દ ર એવ વ યક ત દ વ ર
  • કચ છ ભ રતન તત ક લ ન મહ ગ જર ત ર જ યન એક જ લ લ બન ય મ કચ છ ભ રતન એક ર જ ય બન ય નવ મ બર ન ર જ કચ છ મ બઇ ર જ ય હ ઠળ આવ ય મ
  • ધ રણ સ સ થ ન સ પ ર ણ ક મક જ ત ય ખસ ડવ મ આવ ય સ પ ટ ય ન વર સ ટ સ થ પત ય ક ષ ત ર સમગ ર એશ ય મ પ રખ ય ત છ આ ઉપર ત ગ જર તમ સરદ ર વલ લભભ ઈ
  • પ રજ ન આશ રય - સ રક ષ આપવ મ સદ દરમ ય ન જ ય ર સ રત એ સમગ ર ભ રતન સ થ ધન ડ ય અન વ કસ ત શહ ર તથ બ દર હત મ ગલ સ મ ર જ ય ન શ હ ખજ ન
  • વ ભવ દ ખ વ અ દરન સ વ સ મ ન ય મ ળખ થ એકદમ વ પર ત છ આન સ સ ક ત ક અન સ થ પત ય ધર હર હ દ અન ઇસ લ મ ક મ ગલ શ લ ન સમ વયન ઉદ હરણ છ ઝર ખ ન ઉપર ઘ મ મ ટ
  • સદ ન અ તમ બન લ અત ય ત જ ન મસ જ દ છ જ અમદ વ દન જ ણ ત ઇસ લ મ ક સ થ પત ય કરત વર ષ જ ન એટલ ક કદ ચ ભ રતમ બ ધ ય લ સ પ રથમ મસ જ દ મ
  • પછ ઑડ શ ન ર જધ ન ભ વન શ વર ખસ ડવ મ આવ વ સ ત રન દ ષ ટ એ ઑડ શ ભ રતન મ સ થ મ ટ ર જ ય છ વસત ન દ રષ ટ એ ઑડ શ મ ક રમ ક આવ છ ઓડ આ

Users also searched:

અમદાવાદમાં આવેલા સાંસ્કૃતિક વારસાના સ્થળો ના નામ લખો, પ્રાચીન ભારતના સ્થાપત્યો, ભારતની પુનરુત્થાન સંસ્થા,

...
...
...