Back

ⓘ સમાજ એટલે પરસ્પર સમાન પરંતુ અન્યોથી વિશિષ્ટ સંસ્કૃતિ ધરાવતા, નિશ્ચિત ભૌગોલિક વિસ્તારમાં રહેતા, એકતાની લાગણી ધરાવતા અને પોતાને બીજાથી અલગ માનતા એક જૂથના લોકો. મા ..
                                               

મેપા ભગત

આશરે ૧૮૦ વર્ષ પહેલા ચલાલા ના દાન બાપુ ની જગ્યા માં ગાયોની સેવા કરતા ગાયોને ચરાવતા. ગરીબ દેવીપુજક વાઘરી સમાજ ના ધરાગણી ગામે મેપાભગતે મહારાજના આશીર્વાદ લઈ જીવતા સમાધી લીધેલ. હાલ તેમની સમાધી પર વિશાળ મંદીર બનાવવાનુ આયોજન કરવામાં આવેલ છે દેવકા પંચાળની ધરતીની વચમાં આવેલ થાનગઢમાં દેવીપુજક વાઘરી જ્ઞાતીમાં મેપાભગત નો જન્મ થયો હ્તો. દેશમાં અધર્મ અને અંધશ્રદ્ધાના માહોલમાં જન્મલેનાર ભગત બાળપણથી જ ધાર્મિકવૃતીવાળા અને સદાચારી હતા. પવિત્ર મનોવૃતી ધરાવતા મેપાભગત સોનગઢની ગુફામાં બીરાજતા નાથસંપ્રદાય ના સમર્થ સિધ્ધ ગેબીનાથજી નાં શિષ્ય હતા. ઉંમરલાયક થતા મેપાભગત ના લગ્ન પુંજીબાઇ નામના સંસ્કારી અને સદાચારી સ્ત ...

                                               

મૂડીવાદ

મૂડીવાદ સામન્યત: તે આર્થિક પ્રણાલી અથવા તંત્ર ને કહે છે જેમાં ઉત્પાદનનાં સાધન પર ખાનગી માલિકી હોય છે. આને ક્યારેક "વ્યક્તિગત માલિકી" કે પર્યાયવાચી તરીકે પણ વાપરવામાં આવે છે. યદ્યપિ અહીં "વ્યક્તિગત"નો અર્થ કોઈ એક વ્યક્તિ પણ થઈ શકે છે અને વ્યક્તિઓનો સમૂહ પણ. બહોળા અર્થમાં એમ કહી શકાય કે સરકારી પ્રણાલી સિવાય ખાનગી સ્તર પર માલિકી વાળા કોઈ પણ આર્થિક તંત્રને મૂડીવાદી તંત્રના નામથી ઓળખી શકાય છે. બીજી રીતે એમ કહી શકાય કે પૂંજીવાદી તંત્ર નફા માટે ચલાવવામાં આવે છે, જેમાં રોકાણ, વિતરણ, આવક, ઉત્પાદન મૂલ્ય, બજાર મૂલ્ય, વિગેરેનું નિર્ધારણ મુક્ત બજારમાં પ્રતિસ્પર્ધા દ્વારા નિર્ધારિત થાય છે. મૂડીવાદનો સિદ ...

                                               

ગેરીતા નો ઈતિહાસ

સ્વામિનારાયણ ભગવાન ગેરીતા ગામમાં 11 વખત આવેલા છે, જેઓ એ સવંત ૧૮૦૭ માં તળાવ ના પાસે રાત્રી રોકાણ કર્યું અને સ્નાન પણ કરેલું છે જેનો ઉલ્લેખ શાસ્ત્રો માં જોવા મળે છે. આ યાદ માં ગેરીતા ના સીમ માં શ્રી સ્વામિનારાયણ ભગવાન ના પગલાં બનાવવા માં આવ્યા છે સ્વામિનારાયણ ભગવાને ગેરીતા માં શ્રી બ્રહ્માનંદ સ્વામીને દીક્ષા આપી હતી તેવો ઉલ્લેખ છે અને શ્રી ઘનશ્યામ મહારાજે રોકાપણ કર્યું હતું જેનું ધર્મ પુસ્તક શિક્ષાપત્રીમાં ગેરીતા ગામ નું ધર્મ તીર્થ તરીકે ઉલ્લેખ કરેલ છે. માહિતી:- શ્રી સ્વામિનારાયણ મંદિર – ગેરીતા ૧૫ ગામ રાજપુત સમાજ ના સ્થાપક શ્રી મોહનજી સવાજી ચૌહાણ રાજપૂત સમાજના આદ્ય સ્થાપક શ્રી મોહનજી સવાજી ચ ...

સમાજ
                                     

ⓘ સમાજ

સમાજ એટલે પરસ્પર સમાન પરંતુ અન્યોથી વિશિષ્ટ સંસ્કૃતિ ધરાવતા, નિશ્ચિત ભૌગોલિક વિસ્તારમાં રહેતા, એકતાની લાગણી ધરાવતા અને પોતાને બીજાથી અલગ માનતા એક જૂથના લોકો. માનવીની જરૂરિયાતો પૂરી કરવા માટે પાયાની તમામ સંસ્થાઓ સમાજ ધરાવતો હોય છે. કેટલાક માનવેતર જીવો પણ સમાજ-જીવન જીવતાં હોય છે.

રોબર્ટ મોરિસન મૅકાઇવરના મત મુજબ સામાજિક સંબંધોનું માળખું એટલે સમાજ. રોબર્ટ પાર્કના મત મુજબ સમાજ એટલે સમુદાય કરતાં ઉપરનું, વધુ નિરપેક્ષ અને સંચાર તથા સંસ્કૃતિ પર આધારિત વ્યાપક માનવ સંગઠન.

સમાજમાં કૌટુંબિક, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક અને રાજકીય - એમ કુલ છ પ્રકારનાં જુદાં જુદાં જૂથો અને તેના વિભાગો અનિવાર્ય રીતે જોવા મળે છે. તેમજ સમાજમાં સાતત્ય અને પરિવર્તન જેવી પ્રક્રિયાઓ પણ અનિવાર્ય રીતે જોવા મળે છે.

                                     

1. લક્ષણો

સમાજશાસ્ત્રી જોન્સને સમાજનાં ચાર લક્ષણો દર્શાવ્યા છે:

વિશાળ સમગ્ર

સમાજ સ્વયં એક એકમ છે. તે બીજા કોઈ સમૂહનો પેટા સમૂહ નથી, એટલે કે સમાજ એક વિશાળ અને સમગ્ર એકમ છે કે જે અનેક સમૂહો અને સામાજિક સંબંધોનો બનેલો હોય છે. સમાજના સભ્યો ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં સહિયારુ જીવન જીવે છે. સભ્યો પરસ્પર કાર્યવિભાજન દ્વારા એકબીજાની જરૂરિયાતોને સંતોષે છે. તેથી તેઓ પરસ્પર અવલંબન ધરાવતા હોય છે.

વિશિષ્ટ સંસ્કૃતિ

દરેક સમાજને તેની વિશિષ્ટ સંસ્કૃતિ હોય છે, જે અન્ય સમાજની સરખામણીમાં અલગ પડતી હોય છે. દરેક સમાજ જે સમયમાંથી પસાર થયો હોય તેના આધારે મેળવેલ અનુભવોના આધારે સંસ્કૃતિ ધારવતો હોય છે. આ સંસ્કૃતિના મૂલ્યોના આધારે જ તેનું અસ્તિત્વ ટકી રહે છે. કારણ કે સંસ્કૃતિનાં મૂલ્યોની સાથે સમાજના લોકોના વર્તન-વ્યવહારને સરખાવવામાં આવે છે. તેથી સંસ્કૃતિને એક માપદંડ માનવામાં આવે છે.

સર્વગ્રાહિતા

દરેક સમાજ પોતાની આત્મનિર્ભરતા, અસ્તિત્વ અને વ્યવસ્થા માટે સમાજનાં ધોરણો, મૂલ્યો અને રિવાજો રચે છે. જે સમાજના દરેક સભ્યોએ ગ્રાહ્ય કરવા પડે છે. આથી સમાજ પાસે એક એવી સત્તા હોય છે કે જેનાથી પોતાના સભ્યોની જરીરિયાતો પૂરી કરી શકે છે, તેમજ લોકોનાં વર્તનને અમુક દિશામાં લઈ જઈ શકે છે. જેમ કે, દરેક સમાજમાં લોકરીતિઓ હોય છે. ભલે તે અનૌપચારિક હોય પરંતુ સમાજના સભ્યોએ તેને અનુરૂપ વર્તન કરવું જ પડે છે. સમાજ પોતે જ એક એકમ છે તેથી તેને અન્ય સમાજો ઉપર આધાર રાખવો પડતો નથી કે અન્ય સમાજોની અંધાધૂંધી કે અવ્યવસ્થાને સહન કરવી પડતી નથી. આમ દરેક સમાજ પોતાની જાતે જ સર્વગ્રાહ્યતા ધારાવતો હોય છે.

સ્વ-સાતત્ય

સમાજના સાતત્ય માટે સમાજમાં સ્વયં નવા સભ્યોની ભરતી થતી જ રહે છે. સમાજમાન્ય લગ્નસંસ્થા દ્વારા, પ્રજોત્પત્તિ દ્વારા નવા સભ્યોના સામાજિકરણ દ્વારા સમાજનું વિસ્તરણ થયા કરે છે. તેમજ સમાજમાં અન્ય સમાજમાંથી લોકોનું સ્થળાંતર ચાલ્યા જ કરતું હોય છે. તેથી સમાજ પોતાની જાતે જ પોતાનું સાતત્ય જાળવી રાખે છે.

                                     

2. સમાજ અને વ્યક્તિ

સમાજની પ્રત્યેક વ્યક્તિઓ સમાજને અસર કરે છે. પરંતુ કેટલીક વિશિષ્ટ વ્યક્તિઓની સમાજ ઉપર વિશેષ અસરો હોય છે. આવી વ્યક્તિઓની વિચારસરણીથી સમાજને દિશાસૂચન મળે છે. ગાંધીજી, રાજા રામમોહનરાય, ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર, સ્વામી વિવેકાનંદ વગેરે લોકોએ સમાજમાંથી અંધશ્રદ્ધાઓ, કુરિવાજો, વહેમો અને ખોટી માન્યતાઓને દૂર કરવામાં ફાળો આપ્યો છે અને સમાજને સુવ્યવસ્થિત બનાવવાનો પ્રયત્ન કર્યો છે. આથી આવી વિશિષ્ટ વ્યક્તિઓના વિચારોને સમાજના લોકો સ્વિકારે છે અને અપનાવે છે.

                                     
  • છ દ ત. કચ છ કડવ પ ટ દ ર સમ જ અન ગ મ કડવ પ ટ દ ર સમ જ વગ ર કચ છ કડવ પ ટ દ ર સમ જ 25 ગ મ કડવ પ ટ દ ર સમ જ 25gamkpsamaj.org. Retrieved
  • તરક બ ન જ ણક ર અન ન પ ણત ક દરત પ રજનનક ષમત સ થ સમ જન વ ર દ ધમ જ સમ જ પ રજનનક ષમત ન અ ક શમ ર ખવ ન ઇચ છ કર છ અન ત વ કરવ ન જ આશય ધર વ
  • ફ બ ર આર ભ રત ય સ વત ત રત ચળવળન ઉદ રવ દ ર જન ત અન સમ જ સ ધ રક હત ત ઓ ભ રત ય ર ષ ટ ર ય ક ગ ર સન વર ષ ઠ ન ત અન સર વન ટ સ ઓફ
  • વર ગ કરણ પણ ધર વ છ બ ર હ મણ સમ જ સ શ ક ષ ત હ વ થ દર કન જ ઞ નન વહ ચણ અન સમ ન હક ક તથ તકન હ મ યત રહ ય છ બ ર હ મણ સમ જ હજ સ ય ક ત ક ટ બ પ રથ મ
  • ર જ ય સરક ર અન ક ન દ ર સરક રન ર જ ય, સમ જ અન દ શન આ તર ક સ રક ષ ન લગત ગ પ ત અન મહત વપ ર ણ જ ણક ર આપવ સમ જ સ રક ષ ગ પ તચર ગ ન શ ધક ગ ન પ રત ર ધક
  • સ તમ, વ ક રમ સ વત ન ર જ થય હત ગ મમ ગ શ ળ સ મશ ન, ચબ તર અન બ સમ જ આવ લ છ સ ર યપર ગ મ ચ રસ હ ક ટરમ પથર ય લ છ બ ડ ગ મમ થ મ
  • ગ જર ત લ ખક અન સ વત ત રત સ ન ન ર ષ ટ ર ય શ યર. મ હમ મદ મ કડ - કવ લ ખક, સમ જ સ ધ રક અન સ વત ત રત સ ન ન દ મ દર બ ટ દકર - કવ Gazetteer of the Bombay
  • ખ ર સ ત અન હ દ મ ખ ય છ મલ શ ય ન સમ જ બહ જ ત ય, બહ સ સ ક ત ક અન બહ ભ ષ સમ જ છ અ હ મલય અન અન ય દ શ જનજ ત જ ટલ છ તથ
  • પ રથમ શ ળ શર કર હત ત મણ સપ ટ મ બર ન ર જ પ ન ખ ત સત યશ ધક સમ જ ન મન સ સ થ ન સ થ પન કર હત જ ય ત ર વ ફ લ ન જન મ મ પ ણ મ થય
  • દરમ ય ન ટ વ સ ર યલ પણ બન લ જ ખ બ જ પ રચલ ત બન છ ભ રત ય લ ક ન જ વનશ લ સમ જ જ વન અન ક ટ બસ સ થ પર ર મ યણ ન બહ મ ટ પ રભ વ છ દર ક પત - પત ન ન ર મ - સ ત

Users also searched:

ગ્રામીણ સમાજ અને નીતિઓ, સમાજ કલ્યાણ નિરીક્ષક ની કામગીરી, સમાજ વિશે, જિલ્લા સમાજ સુરક્ષા,

...
...
...