Back

ⓘ ગુજરાતનું સ્થાપત્ય. ગુજરાતના સ્થાપત્ય માં ગુજરાત રાજ્યની સ્થાપત્ય શૈલીનો સમાવેશ થાય છે. ગુજરાતની પ્રથમ મોટી સભ્યતા સિંધુ ખીણની સભ્યતા હતી. ધોળાવીરા અને લોથલ સહિ ..
ગુજરાતનું સ્થાપત્ય
                                     

ⓘ ગુજરાતનું સ્થાપત્ય

ગુજરાતના સ્થાપત્ય માં ગુજરાત રાજ્યની સ્થાપત્ય શૈલીનો સમાવેશ થાય છે.

ગુજરાતની પ્રથમ મોટી સભ્યતા સિંધુ ખીણની સભ્યતા હતી. ધોળાવીરા અને લોથલ સહિતની તેની વસાહતો હરપ્પન સ્થાપત્યની લાક્ષણિકતા છે.

ગુજરાત સલ્તનત અને મુઘલ સામ્રાજ્યના શાસન દરમિયાન ગુજરાતમાં ઇન્ડો-ઇસ્લામિક સ્થાપત્યનો વિકાસ થયો હતો.

બ્રિટિશ સંસ્થાનવાદી સમયગાળા દરમિયાન ગોથિક અને નિયોક્લાસિકલ સહિત યુરોપિયન શૈલીમાં ઇમારતોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ સમયગાળા દરમિયાન ઇન્ડો-સારસેનિક સ્થાપત્યનો પણ વિકાસ થયો હતો. ૧૯૪૭માં આઝાદી પછી ગુજરાતમાં આધુનિકતાવાદી સ્થાપત્ય જોવા મળે છે.

                                     

1. હિંદુ મંદિરોનું સ્થાપત્ય

મધ્યકાલીન હિંદુ મંદિર સ્થાપત્ય, પાવાગઢના કાલિકા માતાના મંદિરમાં તથા સોમનાથ અને દ્વારકાધીશ મંદિરમાં જોવા મળે છે.

સોલંકી વંશનું સ્થાપત્ય

સોલંકી વંશે હાલના ગુજરાત અને કાઠિયાવાડમાં ઈ.સ. ૯૫૦ થી ઈ.સ. ૧૨૪૪ દરમિયાન શાસન કર્યું હતું.

સોલંકી વંશના સ્થાપત્યો અથવા મારુ-ગુર્જરા સ્થાપત્યશૈલી ના ઉદાહરણોમાં તારંગા જૈન મંદિર, રૂદ્ર મહાલય મંદિર અને સૂર્યમંદિર, મોઢેરાનો સમાવેશ થાય છે. આ સમયગાળા દરમિયાન રાણકી વાવનું પણ નિર્માણ કરવામાં આવ્યું હતું.

                                     

2. ઇન્ડો-ઇસ્લામિક સ્થાપત્ય

ગુજરાતના મોટા ભૂભાગ પર શાસન કરનાર પ્રથમ મુસ્લિમ વંશ ૧૪મી સદીમાં દિલ્હી સલ્તનત હતો. પાછળથી મુઘલ સામ્રાજ્ય, ગુજરાત સલ્તનત અને ૧૯૪૭ સુધી મુસ્લિમ શાસિત કેટલાક રજવાડાઓએ ગુજરાત પર શાસન કર્યું. આમ, સમગ્ર રાજ્યમાં ઇન્ડો-ઇસ્લામિક સ્થાપત્ય જોવા મળે છે.

મુઘલ સામ્રાજ્ય

ગુજરાતમાં મુઘલ સ્થાપત્યશૈલીમાં વડોદરામાં હજીરા મકબરા અને સુરતમાં મુઘલ સરાયનો સમાવેશ થાય છે.

ગુજરાત સલ્તનત

ગુજરાત સલ્તનતની ઇન્ડો-ઇસ્લામિક સ્થાપત્યની વિશિષ્ટ શૈલી અમદાવાદમાં જોવા મળે છે.

                                     

3. બ્રિટિશ સંસ્થાનવાદી સ્થાપત્ય ૧૮૫૮ - ૧૯૪૭

બ્રિટિશ સંસ્થાનવાદી સમયગાળા દરમિયાન ગુજરાત પર કેટલાક રજવાડાઓનું શાસન હતું, જેના શાસકોએ વિશાળ મહેલો અને જાહેર ઇમારતોની રચના કરી હતી. તેનું નિર્માણ વિવિધ ઇન્ડો-યુરોપિયન શૈલીમાં કરવામાં આવ્યું હતું.

ગોથિક

ગુજરાતની ગોથિક ઇમારતોમાં હેન્રી સેન્ટ ક્લેર વિલ્કિન્સ દ્વારા ડિઝાઇન કરવામાં આવેલા પ્રાગ મહેલનો સમાવેશ થાય છે.

ઈન્ડો સેરેસેનિક

ગુજરાતની ઈન્ડો-સારાસેનિક ઈમારતોમાં માંડવીના વિજય વિલાસ પેલેસ તથા વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસ અને ન્યાય મંદિરનો સમાવેશ થાય છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની ડિઝાઇન રોબર્ટ ચિશોલ્મ આર્કિટેક્ટ દ્વારા કરવામાં આવી હતી.

                                     

4. સ્વતંત્રતા બાદ ૧૯૪૭ - વર્તમાન

આધુનિક સ્થાપત્ય

સ્થપતિ લી કોર્બુસિયરને મિલ માલિકો દ્વારા ૨૦મી સદીમાં અમદાવાદમાં તેમના વિલા તેમજ કેટલીક જાહેર ઇમારતોની ડિઝાઇન તૈયાર કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. સંસ્કાર કેન્દ્ર, વિલા સારાભાઈ, વિલા શોધન, અને મિલ ઓનર્સ એસોસિયેશન બિલ્ડિંગની ડિઝાઇન લી કોર્બુસિયર દ્વારા કરવામાં આવી હતી.

અમેરિકન આર્કિટેક્ટ એ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદની ડિઝાઇન તૈયાર કરી હતી.

પ્રેમાભાઈ હોલ, ટાગોર મેમોરિયલ હોલ અને અમદાવાદમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી બી. વી. દોશી દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી, જેમણે કોર્બુસિયર અને લુઇસ કાહન બંને હેઠળ કામ કર્યું હતું.

                                     
  • શ સક દ વ ર મ સદ મ સ ર ય દ વન સમર પ ત બન વવ મ આવ ય હત અન ત ગ જર તન સ થ પ ર ચ ન સ ર ય મ દ ર છ ત ગ જર તન મ દ ર મ સ થ મ ટ પ ય ધર વ
  • મહ ક વ યમ ભગવ ન શ ર ક ષ ણ અહ આવ ય ન જણ વ છ બ રહ મક ડ મધ યક લ ન સ થ પત ય શ લ મ બ ધ ય લ છ અન ત ન રચન પગથ ય ઓ, ન ન મ દ ર હ દ દ વ - દ વત ઓન
  • ક ન દ રશ સ ત પ રદ શ થ ઘ ર ય લ છ ગ જર તન પ ટનગર ગ ધ નગર છ જય ર ત ન સ થ મ ટ શહ ર અમદ વ દ છ અમદ વ દ ગ જર તન એકમ ત ર મ ટ ર પ લ ટન શહ ર છ ગ જર ત
  • પ ર તત વ ખ ત દ વ ર ર ષ ટ ર ય મહત વન સ મ રક જ હ ર કર ય લ છ મ દ રન સ થ પત ય મર ગ ર જર શ લ મ છ અન ત રણ અક ષ ય બ ધક મ ધર વ છ ગર ભગ હ ગભ ર
  • અન ગ જર તમ પથ થર થ બન લ અન બ ક રહ લ મ દ ર મ ન એક છ ત ન સ થ પત ય ગ ધ ર કળ અન ઉત તર અન દક ષ ણ ભ રતન મ દ ર ન પ રભ વ ધર વ છ આ મ દ રમ

Users also searched:

ગુજરાતના જોવાલાયક સ્થળો pdf,

...
...
...