Back

ⓘ કુલેર એ એક ઘી, ગોળ અને બાજરીનો લોટ ભેળવીને બનાવવામાં આવતી સૂકી મિઠાઈ છે. આ વાનગી બનાવવામાં સરળ અને ઝડપી છે. પ્રાચીન સમયમાં જ્યારે ફરસાણ આદિ એ રોજીંદા ખોરાકનો ભા ..




કુલેર
                                     

ⓘ કુલેર

કુલેર એ એક ઘી, ગોળ અને બાજરીનો લોટ ભેળવીને બનાવવામાં આવતી સૂકી મિઠાઈ છે. આ વાનગી બનાવવામાં સરળ અને ઝડપી છે.

પ્રાચીન સમયમાં જ્યારે ફરસાણ આદિ એ રોજીંદા ખોરાકનો ભાગ ન હતા, ત્યારે નાસ્તા તરીકે આ વાનગી ખવાતી હતી. ખાસ કરીને ખેડૂત અને સખત શારીરિક શ્રમ કરનાર વર્ગ કુલેર ખાતા. ખેડૂતો પોતાના ભાથામાં તેને લઈ જતાં. નાના બાળકોને માટે પણ આ એક પૌષ્ટિક નાસ્તો બની રહેતો. તે સમયમાં ખાદ્ય પદાર્થો ઘરમાં ઉપલબ્ધ સામગ્રીમાંથી જ બનાવવામાં આવતા હતા. બાજરી ખેતરમાં પાકતી, ઘરમાં પશુ સંપત્તિ હોવાથી ઘી સરળતાથી ઉપલબ્ધ રહેતું અને ગોળ પણ સસ્તો અને સરળતાથી ઉપલબ્ધ હોવાથી ખેડૂત અને શ્રમિક વર્ગમાં આ વાનગી પ્રચલિત હતી.

શીતળા સાતમના દિવસે જ્યારે ચૂલાને વિરામ હોય છે, ત્યારે આવી વાનગી બનાવાય છે, કેમ કે આમાં ચૂલાની જરૂર પડતી નથી. ગુજરાતના કેટલાક ભાગોમાં કુલેર ધાર્મિક પ્રસંગોમાં પણ વપરાય છે.

શીતળાનો રોગ સ્મોલપોક્સ શરીરની ગરમીથી થાય છે થતા એવી પારંપારિક માન્યતા હતી. ત્યારે પેટની ઠંડક માટે કુલેર ખાવા અપાતી હતી.

                                     
  • ર ખ છ આગલ દ વસ ર ધ લ ટ ઢ જમ છ અન ખ સ કર ન ચ ખ અન બ જર ન ક લ ર ખ ય છ હ દ ધર મમ મ તકન ઉત તરક ર ય ઓમ ધર આઠમન દ વસ ધર ન છ બડ
  • દ ધન હલવ દ ધ ન હલવ ચ ક ન હલવ ડ ર યફ ર ટ હલવ બરફ પ ડ સ ખડ જલ બ ક લ ર ખ જ ક ર ન અથ ણ લ બ ન અથ ણ ગરમરન અથ ણ ગ દ ન અથ ણ ચણ - મ થ ન

Users also searched:

...
...
...