Back

ⓘ ભારતીય સ્વતંત્રતા ચળવળ. ઢાંચો:Colonial India ભારતીય સ્વતંત્રતા ચળવળ એ ભારતમાં બ્રિટીશ શાસનનો અંત લાવવાના અંતિમ ઉદ્દેશ સાથે ચલાવવામાં આવેલી ઐતિહાસિક લડતની ઘટનાઓન ..
ભારતીય સ્વતંત્રતા ચળવળ
                                     

ⓘ ભારતીય સ્વતંત્રતા ચળવળ

ઢાંચો:Colonial India ભારતીય સ્વતંત્રતા ચળવળ એ ભારતમાં બ્રિટીશ શાસનનો અંત લાવવાના અંતિમ ઉદ્દેશ સાથે ચલાવવામાં આવેલી ઐતિહાસિક લડતની ઘટનાઓની શ્રેણી હતી. આ ચળવળ ૧૮૫૭ થી ૧૯૪૭ સુધી ચાલી હતી.

ભારતીય સ્વતંત્રતા માટેની પહેલી રાષ્ટ્રવાદી ક્રાંતિકારી ચળવળ બંગાળમાં શરૂ થઈ. ત્યાર બાદ અગ્રણી મવાળ નેતાઓ સાથે નવી રચાયેલી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ થકી ભારતીય સનદી સેવાની સિવિલ સર્વિસ પરીક્ષાઓ આપવાના મૂળભૂત અધિકારની અને દેશવાસી માટે વધુ અધિકારોની મુખ્યત્વે આર્થિક માંગણી કરતી ચળવળો દ્વારા સ્વતંત્રતાની ચળવળના મૂળ વધુ ઊંડા ઉતર્યા. ૨૦ મી સદીના પ્રારંભિક કાળમાં લાલ બાલ પાલ ત્રિનેતા, અરબિંદો ઘોષ અને વી.ઓ. ચિદમ્બરમ પિલ્લાઈ જેવા નેતાઓના માર્ગદર્શન હેઠળ આ ચળાવળે વ્યાપક રાજકીય સ્વરૂપ ધારણ કર્યું અને તે સ્વરાજ્યની માંગણી તરફ વળી.

૧૯૨૦ ના દાયકાથી સ્વરાજ્યની લડતના છેલ્લા તબક્કામાં કોંગ્રેસે મહાત્મા ગાંધીના અહિંસા, સવિનય કાનૂન ભંગ અને અન્ય એવા ઘણા અન્ય અભિયાનો અપનાવ્યા હતા. સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ, ભગત સિંહ, સૂર્ય સેન જેવા રાષ્ટ્રવાદી ક્રંતિકારીઓએ સ્વ-શાસન મેળવવા માટે સશસ્ત્ર ક્રાંતિનો ઉપદેશ આપ્યો હતો. રવીન્દ્રનાથ ટાગોર, સુબ્રમણ્યા ભારતી, બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય અને કાઝી નઝરૂલ ઈસ્લામ જેવા કવિઓ અને લેખકો રાજકીય જાગૃતિ માટેના સાધન તરીકે સાહિત્ય, કાવ્ય અને ભાષણનો ઉપયોગ કરતા હતા. સરોજિની નાયડુ, પ્રીતીલતા વાડ્ડેદર, બેગમ રોકેયા જેવી નારીવાદી નેતાઓએ ભારતીય મહિલાઓની મુક્તિ અને રાષ્ટ્રીય રાજકારણમાં તેમની ભાગીદારીને પ્રોત્સાહન આપ્યું. બી.આર. આંબેડકરે વધુ સ્વરાજ્યની ચળવળમાં ભારતીય સમાજના વંચિત વર્ગના મુદ્દાને વણી લીધો. બીજા વિશ્વયુદ્ધના દરમ્યાન જાપાનની મદદથી સુભાષચંદ્ર બોઝની આગેવાની હેઠળની ભારતની રાષ્ટ્રીય સૈન્યની ચળવળ અને કોંગ્રેસની આગેવાની હેઠળના ભારત છોડો આંદોલન એ આ ચળવળનો ચરમકાળ હતો.

ભારતીય સ્વરાજ્યની ચળવળ એક જનસમૂહ આધારિત આંદોલન હતું જેમાં સમાજના વિવિધ વર્ગ સહભાગી હતા. આ ચળાવળમાં સતત વૈચારિક ઉત્ક્રાંતિની પ્રક્રિયા પણ થઈ. અલબત્ આ ચળાવળની મૂળ વિચારધારા વસાહતવાદ સંસ્થાનવાદ વિરોધી હતી, પરંતુ તેણે સ્વતંત્ર મૂડીવાદી આર્થિક વિકાસની સાથે ધર્મનિરપેક્ષ, લોકશાહી, પ્રજાસત્તાક અને નાગરિક-સ્વાતંત્ર્યવાદી રાજકીય માળખાને ટેકો આપ્યો હતો. ૧૯૩૦ પછી, આ ચળવળ એક મજબૂત સમાજવાદી અભિગમ તરફ વળી. આ વિવિધ ચળવળોને અંતે ભારતીય સ્વતંત્રતા અધિનિયમ ૧૯૪૭ બન્યો, જેનાથી ભારત પર અંગ્રેજ આધિપત્યનો અંત આવ્યો અને પાકિસ્તાનની રચના થઈ. ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ન દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને ભારત પ્રજાસત્તાક બન્યું આવ્યું ત્યાં સુધી ભારત પર અંગ્રેજ સત્તાનું વર્ચસ્વ રહ્યું. ૧૯૫૬માં પહેલું પ્રજાસત્તાક બંધારણ અપનાવ્યા સુધી પાકિસ્તાન પર બ્રિટિશ સત્તાનું પ્રભુત્વ હતું. ૧૯૭૧ માં, પૂર્વ પાકિસ્તાને બાંગ્લાદેશ પીપલ્સ રીપબ્લિક તરીકે પોતાની સ્વતંત્રતા જાહેર કરી.

                                     

1.1. પૃષ્ઠભૂમિ ભારતમાં પ્રારંભિક બ્રિટીશ સંસ્થાનવાદ

૧૪૯૮ માં પોર્ટુગીઝ ખલાસી વાસ્કો દ ગામાના કાલિકટ બંદર પર આગમન સાથે મસાલાના આકર્ષક વેપારની શોધમાં યુરોપિયન વેપારીઓ પ્રથમ ભારતીય કિનારા પર પહોંચ્યા. એક સદી પછી, ડચ અને અંગ્રેજીએ ભારતીય ઉપખંડમાં ટ્રેડિંગ આઉટપોસ્ટની સ્થાપના કરી, જેમાં પ્રથમ અંગ્રેજ ટ્રેડિંગ પોસ્ટ સુરતમાં ૧૬૧૩ માં સ્થપાઈ. સત્તરમી અને અઢારમી સદીની શરૂઆતમાં, અંગ્રેજોએ પોર્ટુગીઝ અને ડચને લશ્કરી રીતે હરાવી દીધા, પરંતુ ફ્રેન્ચ સાથે તેમનો વિગ્રહ ચાલુ રહ્યો. ફ્રેંચોએ ત્યાં સુધીમાં પોતાને ઉપખંડમાં સ્થાપિત કરવાની કોશિશ કરી રહ્ય હતા. અઢારમી સદીના પહેલા ભાગમાં મોગલ સામ્રાજ્યના પતનથી બ્રિટિશરોને ભારતીય રાજકારણમાં પગ જમાવવાની તક મળી. ૧૭૫૭ માં પ્લાસીના યુદ્ધમાં રોબર્ટ ક્લાઇવની આગેવાની હેઠળની ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ બંગાળના નવાબ સિરાજ-ઉદ્-દોલાહના ભારતીય સૈન્યને હરાવ્યું. આ ઘટના બાદ કંપનીએ પોતાને ભારતીય રાજકારણમાં પ્રમુખ દાવેદાર તરીકે સ્થાપિત કર્યો, અને ત્યાર બાદ ૧૭૬૪ માં બક્સરના યુદ્ધ પછી બંગાળ, બિહાર અને ઓડિશાના મિદનાપુર ભાગ પર વહીવટી અધિકારો મેળવ્યા. ટીપુ સુલતાનની હાર પછી, મોટાભાગનું દક્ષિણ ભારત કંપનીના સીધા અથવા પેટાકંપનીના જોડાણ કે રજવાડા સાથેની સંધિ થકી પરોક્ષ રાજકીય નિયંત્રણ હેઠળ આવ્યું. ત્યારબાદ કંપનીએ મરાઠા સામ્રાજ્ય શ્રેણીબદ્ધ યુદ્ધોમાં હાર આપી તેમના દ્વારા શાસિત પ્રદેશો પર નિયંત્રણ મેળવ્યું પ્રથમ ૧૮૪૫–૧૮૪૬ અને બીજા ૧૮૪૮–૪૯ એંગ્લો-શીખ યુદ્ધોમાં શીખ સૈન્યની હાર પછી, ૧૮૪૯ માં પંજાબને બ્રિટિશ ભારતમાં જોડી દેવાયું.

૧૮૩૫ માં ભારતની શાળાઓમાં અંગ્રેજી ભાષાને શિક્ષણનું માધ્યમ બનાવવામાં આવ્યું હતું. બ્રિટિશ વહીવટીતંત્રે ૧૮ મી સદીના પશ્ચિમી સંસ્કૃતિ અને આત્મજ્ઞાનની શ્રેષ્ઠતામાં વિશ્વાસ રાખીને, ભારતીય જનતા પર શિક્ષણ અને સંસ્કૃતિના પાશ્ચાત્ય ધોરણો લાદ્યા. આનાથી ભારતમાં મેકોલીકરણ થયો.

                                     

2. પ્રારંભિક ચળવળો

થુથુકુડી જિલ્લાના કટલાનકુલમનો સરદાર માવીરન અલગુમુથ્થુ કોણે ૧૭૧૦-૧૭૫૭એ તમિળનાડુમાં બ્રિટીશની હાજરી સામે ક્રાંતિ આદરી. કોણાર યાદવ પરિવારમાં જન્મેલા માવીરન ઇટ્ટયપુરમ શહેરમાં લશ્કરી નેતા બન્યા પણ અંગ્રેજો અને મારુથનાયગમના સૈન્ય સાથે થયેલી લડાઈમાં તેઓ હાર્યા. તેને ૧૭૫૭માં તેમને ફાંસી આપવામાં આવી. તેમને પ્રારંભિક સ્વતંત્રતા સેનાની માનવામાં આવે છે. પૂર્વ મુખ્યમંત્રી જે. જયલલિતાની અધ્યક્ષતા હેઠળ તમિળનાડુ સરકારે એગમોર રેલ્વે સ્ટેશનની સામે ચેન્નાઇમાં તેમની પ્રતિમા ઊભી કરી છે. પુલી થેવર એ ભારતમાં બ્રિટીશ શાસનના વિરોધીઓમાંના એક હતા. અંગ્રેજોનુમ્ સમર્થન લેનારા આર્કોટના નવાબનો તે વિરોધી હતો. તેના મુખ્ય કાર્ય મારુધનામગમ સાથેના તેમના સંઘર્ષો હતા, જેમણે પાછળથી ૧૭૫૦ ના દાયકાના અંતમાં અને ૧૭૬૦ ના દાયકાના પ્રારંભમાં બ્રિટિશ વિરુદ્ધ ચળવળ આદરી. વર્તમાન તમિલનાડુના તિરુનેલવેલી જિલ્લામાં નેલકટુમસેવલ તેમનું મુખ્ય મથક હતું.

સૈયદ મીર નીસાર અલી ટિટુમીર એક ઇસ્લામી ઉપદેશક હતા, જેમણે ૧૯ મી સદી દરમિયાન હિન્દુ જમીનદારો અને બ્રિટિશરો વિરુદ્ધ ખેડૂત ચળવળ આદરી હતી. તેમના અનુયાયીઓની સાથે, તેમણે નાર્કેલબેરીયા ગામમાં વાંસનો કિલ્લો બંગાળીમાં બાંશેર કેલા બનાવ્યો, આ કિલ્લાએ બંગાળી લોક દંતકથામાં અગ્રણી સ્થાન મેળવ્યું. બ્રિટિશ સૈનિકો દ્વારા કિલ્લાને તોડી પાડ્યા પછી, ૧૯ નવેમ્બર ૧૮૩૧ ના દિવસે ટિટુમીરના ઘાયલ થઈ મૃત્યુ પામ્યા.

મૈસૂર રાજ્ય દ્વારા ઇસ્ટ ઈંડિયા કંપનીને પ્રખર પ્રતિકારનો સામનો કરવો પડ્યો હતો. ૧૮મી સદીના છેલ્લા ત્રણ દાયકામાં થયેલ આંગ્લ-મૈસૂર યુદ્ધ શ્રેણીમાં એક તરફ મૈસુર રાજ્ય હતું જ્યારે તેની વિરુદ્ધ બ્રિટીશ ઈસ્ટ ઇન્ડિયા કંપની મુખ્યત્વે મદ્રાસ પ્રેસિડેન્સી, અને મરાઠા સામ્રાજ્ય, હૈદરાબાદનો નિઝામ હતા. હૈદર અલી અને તેના અનુગામી ટીપુ સુલતાને પશ્ચિમ, દક્ષિણ અને પૂર્વથી અંગ્રેજો વિરુદ્ધ અને ઉત્તર તરફ મરાઠાઓ અને નિઝામની સેના સવિરુદ્ધ એમ ચાર દિશાએ યુદ્ધ લડ્યા. ચોથા યુદ્ધના પરિણામે હૈદર અલી અને ટીપુ જે ૧૭૯૯ના અંતિમ યુદ્ધમાં માર્યો ગયોની સત્તાનો અંત આવ્યો અને મૈસૂર રાજ્ય ભાંગી પડ્યું જેનો ફાયદો ઉઠાવી ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ મોટા ભાગના ભારત પર નિયંત્રણ મેળવ્યું. પળાસી રાજા ૧૭૭૪ થી ૧૮૦૫ દરમ્યાન ભારતના ઉત્તર માલાબારના કન્નુર નજીક આવેલા કોટિઓટ રજવાડાનો સરદાર હતા. તેમણે વાયનાડ ક્ષેત્રના તેમના સમર્થક આદિવાસી લોકો સાથે મળી અંગ્રેજો સામે ગેરિલા યુદ્ધ લડ્યા. અંગ્રેજોએ તેમને પકડી લીધા અને તેમનો કિલ્લો જમીનદોસ્ત કરી નાખ્યો.

ઈ. સ. ૧૭૬૬ માં હૈદરાબાદના નિઝમે ઉત્તરીય સરકારોને અંગ્રેજ સત્તાને તાબે દીધાં.ઈ.સ ૧૭૫૩માં આવીજ રીતે નિઝામે તેના રાજ્યનું અમુક ક્ષેત્ર ફ્રેંચોને સોંપી દીધો હતો, તેની વિરોધમાં, આજના ઓડિશા અને તત્કાલીન નિઝામના રાજ્યના ઉત્તરીય ક્ષેત્રમાં આવેલ પરલાખેમુંડીના સ્વતંત્ર રાજા જગન્નાથ ગજપતિ નારાયણ દેવે દ્વીતીય સતત ફ્રેન્ચ કબજેદારો વિરુદ્ધ લડત ચલાવી રહ્યા હતા. નારાયણ દેવે દ્વિતીય ૪ એપ્રિલ ૧૭૬૮ના દિવસે જેલમુર કિલ્લા પર બ્રિટીશરો સામે લડ્યા પરંતુ અંગ્રેજોની શ્રેષ્ઠ દારૂખાના સામે તે પરાજિત થયા. તે પોતાની રાજ્યના અંતરિયાળ આદિવાસી સ્થળોએ ચાલ્યો ગયો અને ૫ ડિસેમ્બર ૧૭૭૧ ના દિવસે તેમના કુદરતી રીતે મૃત્યુ પામ્યા સુધી બ્રિટીશ સત્તા સામે તેમણે લડત ચાલુ રાખી.

ઈ. સ. ૧૭૬૦ થી ૧૭૯૦ દરમિયાન રાની વેલુ નાચિયાર ૧૭૩૦–૧૭૯૬, શિવગંગાની રાણી હતી. રાણી નાચિયારને યુદ્ધ કળામાં શિક્ષિત હતી. તે હથિયારોના ઉપયોગ, વલરી, સીલમબામ લાકડીનો ઉપયોગ કરીને લડવું, ઘોડેસવારી અને તીરંદાજી જેવી લશ્કરી કળાઓની તાલીમ પામી હતી. તે ઘણી ભાષાઓ જાણતી હતી અને તેને ફ્રેન્ચ, અંગ્રેજી અને ઉર્દૂ જેવી ભાષાઓમાં તેની નિપુણતા હતી. જ્યારે તેના પતિ, મુથુવદુગનાથપેરિયા ઉદૈયાથેવર, બ્રિટીશ સૈનિકો અને આર્કોટના નવાબના પુત્રના હાથે માર્યા ગયા, ત્યારે તે યુદ્ધમાં ઉતરી. તેણે સેનાની રચના કરી અને અંગ્રેજો સામે લડાવાના હેતુથી ગોપાલા નાયકર અને હૈદર અલી સાથે જોડાણની માંગ કરી, અને ૧૭૮૦ માં તેણીએ સફળતાપૂર્વક અંગ્રેજોને પડકાર્યા. તેમને શોધતી અંગ્રેજ શોધખોળ ટુકડી જ્યારે આવી પહોંચી ત્યારે એમ કહેવાય છે કે પોતાના વિશ્વાસુ અનુયાયી કુઈલી ની મદદ વડે તેણે આત્મઘાતી હુમલો ગોઠવ્યો, તેણે શરીરે તેલ ચોપડી, શરીરને આગ ચાંપી સ્ટોરહાઉસમાં પર આત્મઘાતી હુમલો કર્યો. અંગ્રેજ શસ્ત્રાગારને ધડાકાથી ઉડાવવાની યોજના દરમ્યાન શહીદ થયેલી પોતાની દત્તક પુત્રીના સન્માનમાં રાનીએ "ઉદૈયાળ" નામની મહિલા સૈન્યની રચના કરી. રાની નાચિયાર એવા થોડા શાસકોમાંની એક હતી જેમણે પોતાનું રાજ્ય પાછું મેળવ્યું, અને એક વધુ દાયકા સુધી શાસન કર્યું.

વીરપાન્ડીય કટ્ટાબોમ્મન એ અઢારમી સદીના ભારતના તામિલનાડુ રાજ્યના પંચલનકુરુચી નો એક પોલિગર અને સરદાર હતા જેમણ ઈસ્ટ ઇન્ડિયા કંપની સામે પોલિગર યુદ્ધ ચલાવ્યું. ઈ. સ. ૧૭૯૯માં અંગ્રેજોએ તેમને પકડી પાડી ફાંસીની આપી હતી. કટ્ટાબોમ્મને ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સાર્વભૌમત્વનો સ્વીકારવાનો ઈનકાર કર્યો અને તેમની સામે લડ્યા. ધીરન ચિન્નામલાઈ એ તમિલનાડુના કોંગુનાડુના એક સરદાર અને પલયાક્કારાર હતા જેઓ ઈસ્ટ ઈન્ડિયા કંપની સામે લડ્યા હતા. કટ્ટાબોમ્મન અને ટીપુ સુલતાનના મૃત્યુ પછી, ચિન્નામલાઈએ ઈ. સ. ૧૮૦૦ માં કોઈમ્બતુર ખાતે અંગ્રેજો પર હુમલો કરવા માટે મરાઠાઓ અને મરુથુ પાંડિયારની મદદ લીધી. અંગ્રેજ સૈન્ય ચિન્નામલાઈના સાથીઓના સૈન્યને રોકવામાં સફળ થયું અને તેથી ચિન્નામલાઈને કોઈમ્બતુપર એકલે હાથે હુમલો કરવાની ફરજ પડી. તેમની સેનાનો પરાજય થયો પરંતુ તેઓ અંગ્રેજોના સૈન્યથી છટકી ગયા. ચિન્નામલાઇએ ત્યાર બાદ ગેરિલા યુદ્ધ ચલાવ્યું અને ૧૮૦૧ માં કાવેરી, ૧૮૦૨ માં ઓડનિલાઇ અને ૧૮૦૪ માં અરચાલુરની લડાઇમાં અંગ્રેજોનેને પરાજિત કર્યા.

                                     

2.1. પ્રારંભિક ચળવળો પાઈકા ક્રાંતિ

સપ્ટેમ્બર ૧૮૦૪ માં, કલિંગ, ખોરધાના રાજાને જગન્નાથ મંદિરમાં પરંપરાગત વિધિઓ કરવાથી વંચિત રાખવામાં આવ્યા જે રાજા અને ઓડિશાના લોકો માટે ગંભીર આંચકો હતો. પરિણામે, ઓક્ટોબર ૧૮૦૪ માં સશસ્ત્ર પઈકોના એક જૂથે પીપલી પર અંગ્રેજો પર હુમલો કર્યો. આ ઘટનાથી અંગ્રેજ સૈન્યમાં ખળભળાટ મચી ગયો. કલિંગ સૈન્યના પ્રમુખ જય રાજગુરુએ રાજ્યના તમામ રાજાઓને અંગ્રેજો સામે એક થઈ માટે હાથ મિલાવવા અનુરોધ કર્યો હતો. રાજગુરુ ૬ ડિસેમ્બર ૧૮૦૬ ના દિવસે માર્યા ગયા. રાજગુરુના મૃત્યુ પછી, બક્ષી જગબંધુએ ઑડિશામાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીના શાસન સામે સશસ્ત્ર ચળવળ આદરી, જેને બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની સામેની પ્રથમ ક્રાંતિ - પાઈક ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે.

                                     

2.2. પ્રારંભિક ચળવળો ૧૮૫૭ની ક્રાંતિ

૧૮૫૭ની ભારતીય ક્રાંતિ એ બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના શાસન સામે ઉત્તર અને મધ્ય ભારતમાં મોટા પાયે કરવામાં આવેલી ક્રાંતિ હતી. તેને દબાવવામાં આવી અને આ ક્રાંતિના પરિણામ સ્વરૂપ અંગ્રેજ સરકારે કંપનીનો કબજો પોતાને હસ્તક લીધો. કંપનીની સેનામાં અને છાવણીઓમાં નોકરીની શરતો સૈનિકોની ધાર્મિક માન્યતાઓ પૂર્વગ્રહોની વધુ ને વધુ વિરોધાભાસી બની રહી હતી. સૈન્યમાં ઉચ્ચ જાતિના સભ્યોનું વર્ચસ્વ, વિદેશમાં કરવીએ પડતી મુસાફરીને કારણે જ્ઞાતિમાં કઢાવાની ભીતિ અને ખ્રિસ્તી ધર્મમાં ધર્માંતરણ કરવાવાની સરકારની ગુપ્ત રચનાઓની અફવાઓએ સિપાહીઓમાં ઊંડી નારાજગી ફેલાવી હતી. ઓછો પગાર અને સેનાની નોકરીમાં બઢતી અને આપવામાં આવતી સગવડોમાં અંગ્રેજ સૈનિકોના મુકાબલે કરવામાં આવતા ભેદભાવને કારણે સૈનિકોમાં અસંતોષ ફેલાયો હતો. મોગલો અને ભૂતપૂર્વ પેશ્વા જેવા અગ્રણી મૂળ ભારતીય શાસકો તરફ અંગ્રેજોની ઉપેક્ષા અવધ રાજ્યને હડપી અંગ્રેજ સાસિત પ્રદેશમાં ભેળવી દેવા રાજકીય પરિબળોએ સૈનિકોમાં અસંતોષા ફેલાવ્યો. માર્ક્વીસ ડેલહાઉઝીની રાજ્યઓને હડપી અંગ્રેજ રાજમાં ભેળવી દેવાની નીતિ, ખાલસા નીતિ, અને મુગલોના વંશજોને લાલ કિલ્લા ખાતેના તેમના પૂર્વજ મહેલમાંથી તેમને કુતુબ મીનાર સંકુલ દિલ્હી નજીક માં ખસેડવાની ભાવિ યોજનાની વાતોને કારણે પણ કેટલાક લોકો ગુસ્સો ભરાયા હતા.

સૈન્યમાં નવી દાખલ કરાયેલ પેટર્ન 1853 એનફિલ્ડ રાઇફલની કારતૂસો ટેલો ગાયમાંથી અને લાર્ડ ડુક્કરની ચરબીના આવરણને દાંતથી છોલવાની અફવાએ આ અસંતોષમાં અંતિમ તણખો નાખ્યો. સૈનિકોને કારતૂસને તેમની રાઈફલોમાં નાખતા પહેલાં તેનું ચરબી યુક્ત આવરણ દાંતથી કરડવું પડતું હતું, તેમાં ગાય અને ડુક્કરની ચરબીની કથિત હાજરી, હિન્દુ અને મુસ્લિમ સૈનિકો માટે ધાર્મિકરીતે અમાન્ય હતી.

મંગલ પાંડે, નામના એક ભારતીય સૈનિકે ૧૮૫૭ની ભારતીય ક્રાંતિની શરૂઆત કરનારી ઘટનાઓમાં મુખ્ય ભાગ ભજવ્યો. તેઓ બ્રિટીશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીની ૩૪ મી બંગાળ નેટીવ ઇન્ફેન્ટ્રી બી. એન. આઈ. રેજિમેન્ટમાં સિપાહી પાયદળ હતા. પોતાના અંગ્રેજ ઉપરી અધિકારીઓનો હુકમ ન માનવો અને પાછળથી તેને આપવામાં આવેલી ફાંસીને કારણે ૧૮૫૭ની ભારતીય ક્રાંતિ ને જોઈતો જરૂરી તણખો મળ્યો.

૧૦ મે ૧૮૫૭ ના દિવસે, મેરઠ ખાતેના સિપાહીઓએ અજ્ઞાનો ક્રમ તોડ્યો અને તેમના હુકમદાર અધિકારીઓની વિરુદ્ધ થયા તથા તેમાંના કેટલાકની હત્યા કરી.૧૧ મેના રોજતેઓ દિલ્હી પહોંચ્યા, કંપનીના ટોલ હાઉસ ને આગ લગાવી, અને લાલ કિલ્લા તરફ કૂચ કરી, જ્યાં તેઓએ મોગલ બાદશાહ, બહાદુર શાહ ઝફર દ્વિતીયને તેમનો નેતા બનવી અને તેમની ગાદી પર બેસવા કહ્યું. બાદશાહ પહેલા તો અચકાતો હતો, પરંતુ છેવટે સંમત થયો અને ક્રાંતિકારીઓ દ્વારા તેમને શેનશાહ-એ-હિન્દુસ્તાન જાહેર કરવામાં આવ્યા. ક્રાંતિકારીઓએ શહેરની ઘણી યુરોપિયન, યુરેશિયન અને ખ્રિસ્તી વસ્તીની હત્યા પણ કરી હતી.

અવધ અયોધ્યા અને સરહદ પ્રાંત નોર્થ-વેસ્ટર્ન પ્રોવિન્સ માં ક્રાંતિ ફેલાઈ, ત્યાં નાગરિક ચળાવળ પણ શરૂ થઈ થયો હતો. શરૂઆતમાં અંગ્રેજો ઉંઘતા ઝડપાઈ ગયા અને ક્રાંતિની પ્રતિક્રિયા આપવામાં ધીમા પડ્યા, પરંતુ છેવટે તેમણે બળથી કામ લીધું. અંગ્રેજ સૈન્યની શ્રેષ્ઠતા સામે ક્રાંતોકારીઓમાં અસરકારક સંગઠનનો અભાવને કારણે ક્રાંતિનો ઝડપી અંત થયો. અંગ્રેજોએ ક્રાંતિકારીઓના મુખ્ય સૈન્ય સામે દિલ્હીની નજીક લડ્યા, અને લાંબા સમય સુધી લડત અને ઘેરાબંધી કર્યા પછી, તેમને હરાવી, ૨૦ સપ્ટેમ્બર, ૧૮૫૭ ના દિવસે દીલ્હી શહેરનો કબ્જો મેળવ્યો. ત્યારબાદ, અન્ય કેન્દ્રોમાં ક્રાંતિને કચડી નાખવામાં આવી. છેલ્લું નોંધપાત્ર યુદ્ધ ગ્વાલિયરમાં ૧૭ જૂન ૧૮૫૮ ના દિવસે લડવામાં આવ્યું હતું, જેમાં રાણી લક્ષ્મીબાઈની હત્યા થઈ હતી. છૂટાછવાઈ લડાઇ અને ગેરિલા યુદ્ધ, તાત્યા ટોપેની આગેવાની હેઠળ, ૧૮૫૯ સુધી ચાલુ રહ્યું, પરંતુ મોટાભાગના ક્રાંતિકારીઓ છેવટે પરાજિત થયા.

૧૮૫૭ની રાષ્ટ્રીય ક્રાંતિએ આધુનિક ભારતના ઇતિહાસનો એક મુખ્ય વળાંક હતો. આ ક્રાંતિએ અંગ્રેજોની લશ્કરી અને રાજકીય શક્તિ પુરવાર કરી પરંતુ આ ઘટના બાદ ભારત પ્રના તેમના નિયંત્રણની પદ્ધતિમાં નોંધપાત્ર ફેરફાર થયો. ભારત સરકારના અધિનિયમ, ૧૮૫૮ હેઠળ ઇસ્ટ ઈંડિયાની ભારત પર શાસન કરવામાં સત્તા છીનવી લેવામાં આવી, અને આ સત્તા અંગ્રેજ સરકારના સીધા અધિકાર હેઠળ આવી. નવી પ્રણાલીમાં સૌથી ઉપર એક કેબિનેટ મંત્રી, સ્ક્રેટારી ઑફ સ્ટેટ ઑફ ઈંડિયા હતા, એક કાયદાકીય સમિતિ સ્ટેટ્યુટરી કાઉન્સીલ તેમને સલાહ આપતી. ભારતના ગવર્નર જનરલ વાઇસરોય ને તેમને જવાબદાર રહેતા. આ કેબિનેટા મંત્રી સરકારને જવાબદર રહેતા. ભારતની જનતા માટે રાણી વિક્તોરિયાએ કરવામાં આવેલી શાહી ઘોષણામાંરાણીનો ઢંઢેરો કરાવી હતી, જેમાં તેમણે બ્રિટીશ કાયદા હેઠળ જાહેર જનતાને સેવાની સમાન તક આપવાનું વચન આપ્યું, અને ભારતના રાજ રજવાડાઓના હક્કોનું સન્માન કરવાનું વચન પણ આપ્યું હતું. અંગ્રેજોએ રજવાડાંઓની જમીન કબજે કરવાની નીતિ બંધ કરી, ધાર્મિક સહનશીલતાને અપનાવી અને ભારતીયોને સિવિલ સર્વિસમાં જો કે મુખ્યત્વે તે ગૌણ સહાયકના પદો માટે જ પ્રવેશ આપવાનું શરૂ કર્યું. અલબત્ તે સાથે સરકારે સૈન્યમાં મૂળ ભારતીય સૈનિકોની સરખામણીએ અંગ્રેજ સૈનિકોની સંખ્યામાં પણ વધારો કર્યો અને માત્ર અંગ્રેજ સૈનિકોને જ તોપખાના સંભાળવાની મંજૂરી આપી. બહાદુર શાહને બર્માના રંગૂનમાં દેશનિકાલ કરવામાં આવ્યા, જ્યાં ૧૮૬૨માં તેઓ મૃત્યુ પામ્યા.

૧૮૭૬માં, એક વિવાદાસ્પદ પગલામાં, વડા પ્રધાન બેન્જામિન ડિસ્રાએલીએ, મહારાણી વિક્ટોરિયાને ભારતની મહારાણીનો વધારાનો ખિતાબ આપવા માટે કાયદો પસાર કર્યો. બ્રિટનમાં ઉદારવાદીઓએ વાંધો ઉઠાવ્યો કે આ બિરુદ બ્રિટીશ પરંપરાઓ વિરોધી છે.                                     

3. નિયોજિત ચળવળોનો ઉદય

૧૮૫૭ની રાષ્ટ્રીય ક્રાંતિ પછીના દાયકાઓ એ ભારતમાં રાજકીય જાગૃતિ, ભારતીય જનતાના અભિપ્રાય અને રાષ્ટ્રીય અને પ્રાંતીય સ્તરે ભારતીય નેતૃત્વના ઉદયનો સમય હતો. દાદાભાઇ નવરોજીએ ૧૮૬૭માં ઈસ્ટ ઈન્ડિયા એસોસિએશનની રચના કરી અને સુરેન્દ્રનાથ બેનર્જીએ ૧૮૭૬ માં ઈન્ડિયન નેશનલ એસોશિએશન ની સ્થાપના કરી. નિવૃત્ત સ્કોટિશ સનદી અધિકારી એ.ઓ. હ્યુમના સૂચનથી પ્રેરાઈને ૧૮૮૫માં બાવીસ ભારતીય પ્રતિનિધિઓ મુંબઈમાં મળ્યા અને તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની ભારતીય રાષ્ટ્રીય મહાસભા સ્થાપના કરી. તેમાં ભાગ લેનારા મોટે ભાગે અમીર અને સફળ અને પ્રાંતોના પાશ્ચાત્ય-શિક્ષણ પામેલા, કાયદો, શિક્ષણ અને પત્રકારત્વ જેવા વ્યવસાયોમાં રોકાયેલા ચુંટેલા સભ્યો હતા. તેની સ્થાપના સમયે, કોંગ્રેસ પાસે કોઈ યોગ્ય રીતે વ્યાખ્યાયિત સ્પષ્ટ વિચારધારા નહોતી અને રાજકીય સંગઠનને જરૂરી એવા અલ્પ સંસાધનો જ તેની પાસે હતા. તે સમયે રાજકીય સંગઠનની વિપરીત આ સંસ્થા બ્રિટિશ રાજ પ્રત્યેની નિષ્ઠા વ્યક્ત કરવા માટેના ચાર્ષિક ચર્ચા મંચ તરીકે કાર્યરત હતી અને તેણે નાગરિક અધિકાર અથવા સરકારી નોકરીની તકોના બિન વિવાદાસ્પદ મુદ્દાઓ પર ઘણા ઠરાવો પસાર કર્યા હતા. આ ઠરાવો વાઈસરોયની સરકારને અને ક્યારેક બ્રિટીશ સંસદને સુપરત કરવામાં આવતા, આથી કોંગ્રેસના પ્રારંભિક સમયમાં ખાસ મહત્વપૂર્ણ અસર ન મળી. સમગ્ર ભારતનું પ્રતિનિધિત્વ કરવાનો દાવો કરતી હોવા છતાં, કોંગ્રેસે અમુક શહેરી લોકોના હિતોનો અવાજ ઉઠાવ્યો; તેમાં અન્ય સામાજિક અને આર્થિક પૃષ્ઠભૂમિના ભાગ લેનારાઓની સંખ્યા નહિવત્ રહી. તેમ છતાં, ઇતિહાસનો આ સમયગાળો નિર્ણાયક રહ્યો કેમ કે તે ભારતીય લોકોના પ્રથમ રાજકીય ગતિશીલતાનું પ્રતિનિધિત્વ કરતો હતો, વળી કોંગ્રેસમાં ભારતીય ઉપખંડના તમામ ભાગોથી આવતા પ્રતિનોધીઓને કારણે ભારતને નાના રજવાડાઓના સમૂહથી વિપરીત એક સંગઠીત દેશના સ્વરૂપની વિચારધારા નિર્માણ પામી.

ભારતીય સમાજના અગ્રણી જેવાકે સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા શરૂ થયેલ આર્ય સમાજ અને રાજા રામ મોહન રોય દ્વારા સ્થાપિત બ્રહ્મ સમાજ જેવા સામાજિક-ધાર્મિક સમૂહોની ભારતીય સમાજના સુધારાણાઓમાં સ્પષ્ટ અસર દેખાવા લાગી. સ્વામી વિવેકાનંદ, રામકૃષ્ણ, શ્રી અરબિંદો, વી.ઓ. ચિદમ્બરમ પિલ્લઇ, સુબ્રમણ્ય ભારતી, બંકિમચંદ્ર ચેટર્જી, રવિન્દ્રનાથ ટાગોર અને દાદાભાઇ નવરોજી જેવા પુરુષો તેમજ સ્કોટીશ – આઇરિશ સિસ્ટર નિવેદિતા જેવી મહિલાઓએ કરેલા કાર્યને કારણે લોકોમાં સ્વતંત્રતાની ભાવના ઉત્કટ બની હતી. કેટલાક યુરોપિયન અને ભારતીય વિદ્વાનો દ્વારા ભારતના સ્વદેશી ઇતિહાસની પુનઃશોધે પણ ભારતીયોમાં રાષ્ટ્રવાદની ભાવનાને જાગૃત કરી.

                                     

4. ભારતીય રાષ્ટ્રવાદનો ઉદય

૧૯૦૦ સુધીમાં,કોંગ્રેસ એક અખિલ ભારતીય રાજકીય સંગઠન તરીકે ઉભરાઈ આવી હતી, પરંતુ તેને મોટાભાગના ભારતીય મુસ્લિમોનું સમર્થન ન હતું. ધર્માંતરણ, ગાયની કતલ, અને અરબી લિપિમાં ઉર્દૂના સંવર્ધન સામે હિન્દુ સુધારકો દ્વારા આગળ મુકવામાં આવેલા વિચારોને કારણે જો ભારતીય લોકોનું પ્રતિનિધીત્વ માત્ર એકલી કોંગ્રેસ દ્વારા જ થશે તો લઘુમતી સમુદાયના અધિકારો સંબંધી તેમની શંકાઓ વધુ તીવ્ર બની. સર સૈયદ અહમદ ખાને મુસ્લિમ સમુદાયના પુનર્જીવન માટે એક ચળવળ શરૂ કરી હતી. તેના ભાગ રૂપે ઉત્તર પ્રદેશના અલીગઢમાં ૧૮૭૫માં મુહમ્મદાન એંગ્લો-ઓરિએન્ટલ કોલેજની સ્થાપના કરવામાં આવી. ૧૯૨૦ માં તેનું અમ્લીગઢ મુસ્લીમ યુનિવર્સીટી તરીકે નામકરણ થયું. આ સંસ્થાનો ઉદ્દેશ આધુનિક પશ્ચિમી જ્ઞાન સાથે ઇસ્લામની સુસંગતતા પર ભાર મૂકીને ભારતીય મુસલમન વિદ્યાર્થીઓને શિક્ષિત કરવાનો હતો. પરંતુ, ભારતના મુસ્લિમોમાં રહેલી વિવિધતાઓને કારણે એક સમાન સાંસ્કૃતિક અને બૌદ્ધિક નવજીવન લાવવું અશક્ય બન્યું.

કોંગ્રેસના સભ્યોની રાષ્ટ્રવાદી ભાવનાઓ તેની ચળવળને સરકારી સંસ્થાઓમાંના પ્રતિનિધિત્વ તરફ દોરી ગઈ જેથી તેઓ ભારતના કાયદા અને વહીવટની બાબતોમાં તેમની વાત રહે. કોંગ્રેસીઓ પોતાને અંગ્રેજ સરકારના વફાદાર તરીકે જોતા હતા, પરંતુ આ સાથે તેઓ બ્રિટિશ સામ્રાજ્યના ભાગરૂપે, પોતાના દેશના શાસનમાં સક્રિય ભૂમિકા પણ ઈચ્છતા હતા. આ વલણને દાદાભાઈ નવરોજીએ યુનાઇટેડ કિંગડમના હાઉસ ઑફ કૉમન્સની ચૂંટણી સફળતાપૂર્વક લડી અને તેના પ્રથમ ભારતીય સભ્ય બની દર્શાવ્યું હતું.

બાળ ગંગાધર ટિળક "સ્વરાજ્ય"ને દેશનું અંતિમ લક્ષ્ય દર્શાવનાર પ્રથમ ભારતીય રાષ્ટ્રવાદી નેતા હતા. ભારતની સંસ્કૃતિ, ઇતિહાસ અને મૂલ્યોની અવગણના અને બદનામી કરતી તત્કાલિન બ્રિટીશ શિક્ષણ પ્રણાલીનો ટિળક તીવ્ર વિરોધ કરતા હતા. તેમણે રાષ્ટ્રવાદીઓ દેશવાસીઓના અભિવ્યક્તિની સ્વતંત્રતા પરના પ્રતિબંધ અને પોતાના જ દેશની બાબતોમાં સામાન્ય ભારતીયો નાગરિકોની ભૂમિકાના અભાવ વિરુદ્ધ લાગણી વ્યક્ત કરી. આ કારણોસર, તેમણે સ્વરાજને પ્રાકૃતિક અને એકમાત્ર ઉપાય માન્યો. તેમનું લોકપ્રિય વાક્ય "સ્વરાજ એ મારો જન્મસિદ્ધ અધિકાર છે, અને હું તે મેળવીશ." ભારતીય લોકો માટે પ્રેરણારૂપ બન્યું.

૧૯૦૭માં, કોંગ્રેસ બે જૂથોમાં વહેંચાઈ ગઈ: ટિળકના નેતૃત્વ હેઠળ કટ્ટરપંથીઓએ બ્રિટીશ સામ્રાજ્યને ઉથલાવી દેવા માટે નાગરિક આંદોલન, સીધી ક્રાંતિ અને બ્રિટિશરો દ્વારા દરેક બાબતો દેવાની હિમાયત કરી. બીજી તરફ દાદાભાઇ નવરોજી અને ગોપાલ કૃષ્ણ ગોખલે જેવા નેતાઓની આગેવાનીમાં મવાળ નેતાઓ બ્રિટીશ શાસનના માળખામાં સુધારણા ઇચ્છતા હતા. ટિળકને તેમના સમાન દ્રષ્ટિકોણ ધરાવતા બિપિનચંદ્ર પાલ અને લાલા લજપત રાય જેવા ઊભરતા નેતાઓનું સમર્થન મળ્યું. તેમની આગેવાની હેઠળ, ભારતના ત્રણ રાજ્યો - મહારાષ્ટ્ર, બંગાળ અને પંજાબે લોકોની માંગ અને ભારતના રાષ્ટ્રવાદને આકાર આપ્યો. હિંસા અને અવ્યવસ્થાના કૃત્યોને પ્રોત્સાહિત કરવા બદલ ગોખલી ટિળકની ટીકા કરી હતી. પરંતુ ૧૯૦૬માં કોંગ્રેસમાં જાહેર જનતાનું સભ્યપદ ન હતું, અને ટિળક અને તેના સમર્થકોને પાર્ટી છોડવાની ફરજ પાડવામાં આવી હતી.

પરંતુ ટિળકની ધરપકડ થતાં જ આક્રમક ભારતીય ચળવળની બધી આશાઓ અસ્ત થઈ. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે લોકોની વિશ્વસનીયતા ગુમાવી દીધી. મુસ્લિમ પ્રતિનિધિ મંડળ વાઈસરય, મિન્ટો ૧૯૦૫-૧૦ને મળ્યા, જેમાં તેમણે સરકારી સેવામાં અને મતદારોની વિશેષ સવલતો સહિતના સંભવિત બંધારણીય સુધારાઓમાં છૂટની માંગણી કરી. ઈંડિયન કાઉન્સીલ્સ એક્ટ, ૧૯૦૯માં અંગ્રેજોએ મુસ્લિમ લીગની કેટલીક અરજીઓન મંજૂર રાખી જેમાં મુસ્લિમો માટે અનામત પ્રતિનિધિત્વની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો. મુસ્લિમ લીગે "રાષ્ટ્રની અંદર રાષ્ટ્ર" ના અવાજ તરીકે હિન્દુઓનું પ્રભુત્વ ધરાવતી કોંગ્રેસથી અલગ રહેવાનો આગ્રહ કર્યો.

ભારતની સ્વતંત્રતાની લડત માટે ૧૯૧૩માં વિદેશમાં ગદર પાર્ટીની રચના કરવામાં આવી હતી, જેમાં યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડા, તેમજ શાંઘાઈ, હોંગકોંગ અને સિંગાપોરના સભ્યો શામેલ હતા. બ્રિટિશરો વિરુદ્ધ હિંદુ, શીખ અને મુસ્લિમ એકતાનો પક્ષના સભ્યોનો હેતુ હતો.

વસાહતી ભારતમાં, ૧૯૧૪માં સ્થપાયેલી ઑલ ઈંડિયા કોન્ફરન્સ ઑફ ઈન્ડિયન ક્રિશ્ચિયન્સ એ આઈ સી આઈ સીનામની સંસ્થાએ સ્વરાજની હિમાયત કરી અને ભારતના ભાગલાનો વિરોધ કરી ભારતીય સ્વતંત્રતા ચળવળમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. એ આઈ સી એ પણ ખ્રિસ્તીઓ માટે અલગ મતદારો વિભાગનો વિરોધ કર્યો હતો, રાષ્ટ્રીય રાજકીય પ્રણાલીમાં ખ્રીસ્તીઓએ સામાન્ય નાગરિક તરીકે ભાગ લેવો જોઈએ એ વિચારની હિમાયત કરી હતી. ઑલ ઈંડિયા કોન્ફરન્સ ઑફ ઈન્ડિયન ક્રિશ્ચિયન્સ અને ઓલ ઇન્ડિયા કેથોલિક યુનિયન દ્વારા આંધ્ર યુનિવર્સિટીના એમ. રાહનાસામી ના પ્રમુખ પણામાં અને લાહોરના બી.એલ. રેલ્લીયા રામના જનરલ સેક્રેટરીપણા હેઠળ એક સંયુક્ત કાર્યકારી સમિતિની રચના કરી. આ સમિતિએ ૧૬ એપ્રિલ ૧૯૪૭ અને ૧૭ એપ્રિલ ૧૯૪૭ ની બેઠકમાં, ૧૩ મુદ્દાઓનું મેમોરેન્ડમ કરી ભારતની બંધારણ સભાને મોકલવામાં આવ્યું હતું. આમાં સંસ્થાઓ અને વ્યક્તિઓ માટેની ધાર્મિક સ્વતંત્રતાની માંગણી કરવામાં આવી હતી; આ સૂચન ભારતના બંધારણમાં પ્રતિબિંબિત થયું હતું.

મહાત્મા ગાંધીજીના માર્ગદર્શન હેઠળ ભારતમાં દારૂબંદીની ચળવળ ભારતીય રાષ્ટ્રવાદ સાથે જોડાઈ. ગાંધીજી દારૂને દેશની સંસ્કૃતિમાં વિદેશી આયાત તરીકે જોતા.                                     

5. બંગાળના ભાગલા, ૧૯૦૫

જુલાઈ ૧૯૦૫ માં, વાઇસરોય અને ગવર્નર-જનરલ લોર્ડ કર્ઝને ૧૮૯૯–૧૯૦૫ વિશાળ ક્ષેત્રફળ અને વસ્તી ધરાવતા બંગાળની વહીવટી કાર્યક્ષમતામાં સુધારણા માટે બંગાળ પ્રાંતના ભાગલાનો આદેશ આપ્યો. ભારતીય નેતાઓ અને ભારતના લોકો તેને વધતી જતી રાષ્ટ્રવાદને વિચારધરા અને હિન્દુ અને મુસલમાન લોકો વચ્ચેની એકતાને તોડી સ્વતંત્રતાની ચળાવળ નબળી બનાવવાનો બ્રિટિશ સરકારનો પ્રયાસ મનતા હતા. બંગાળના હિન્દુ બૌદ્ધિક લોકોએ સ્થાનિક અને રાષ્ટ્રીય રાજકારણ પર નોંધપાત્ર પ્રભાવ પાડ્યો હતો. ભાગલામા નિર્ણયથી બંગાળી લોકો રોષે ભરાયા. સરકાર ભારતીય જનતાના અભિપ્રાયની સલાહ લેવામાં માત્ર નિષ્ફળ ગઈ જ નહીં, પરંતુ આ પગલા અંગ્રેજોની "ભાગલા પાડો રાને રાજ કરો"ની અંગ્રેજોની નીતિને છતી કરી. શેરીઓમાં અને અખબારોમાં વ્યાપક આંદોલન કરવામાં આવ્યું અને કોંગ્રેસે સ્વદેશી ઉદ્યોગોને ઉત્તેજન આપવાના ઉદ્દેશ્યથી બ્રિટીશ માલનો બહિષ્કાર કરવાની હિમાયત કરી હતી. આ ચળવળ ભારતીય ઉદ્યોગો, અર્થવ્યવસ્થા અને શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરતી એક વિકસતી ચળવળ બની, જેમાં રાષ્ટ્રીય શિક્ષણ પરિષદની સ્થાપના કરવામાં આવી, ભારતીય નાણાંકીય સંસ્થાઓ અને બેંકોનો જન્મ થયો, તેમજ ભારતીય સંસ્કૃતિમાં રસ અને વિજ્ઞાન અને સાહિત્યમાં સિદ્ધિઓના પણ દર્શન થયા. હિન્દુઓએ એકબીજાને રાખડી બાંધી અને અરાંધણ જેવા ઉત્સ્વઓ મનાવે એકતાનું પ્રદર્શન કર્યું. આ સમય દરમિયાન, શ્રી ઓરોબિંદો, ભૂપેન્દ્રનાથ દત્ત, અને બિપિનચંદ્ર પાલ જેવા બંગાળી હિન્દુ રાષ્ટ્રવાદીઓએ જુગંતર અને સંધ્યા જેવા પ્રકાશનોમાં ભારતમાં અંગ્રેજોની કાયદેસરતાને પડકારતા જ્વલંત અખબારી લેખ લખવાનું શરૂ કર્યું, અને તેમના પર રાજદ્રોહનો આરોપ મૂકાયો.

આ ભાગલાને કારણે ૧૮૦૦ના છેલ્લા દાયકાથી બંગાળ અને મહારાષ્ટ્રમાં સક્રીય યએલા પણ નવજાત અવસ્થામાં રહેલા સશસ્ત્ર ક્રાંતિકારી આંદોલનને મજબૂતી મળી અને તેની પ્રવૃત્તિમાં વધારો જોવા મળ્યો. બંગાળમાં, બે ભાઈઓ ઓરોબિંદો અને બૈરીન ઘોષની આગેવાની હેઠળ સ્થપાયેલી અનુશીલાન સમિતિ દ્વારા મુઝફ્ફરપુરમાં બ્રિટીશ ન્યાયાધીશના જીવ લેવાના પ્રયાસ સાથે અંગ્રેજ રાજના ઘણાં વડાઓ પર હુમલો પણ કરવામાં આવ્યો. આને પરિણામે અલીપોર બોમ્બ મામલાને ઉશ્કેર્યો જેના પરિણામે સંખ્યાબંધ ક્રાંતિકારીઓ માર્યા ગયા, પકડાયા અને તેમના પર કાયદાહેઠળ કામ ચલાવવમાં આવ્યું. ખુદીરામ બોઝ, પ્રફુલ્લ ચાકી, કનૈલાલ દત્ત જેવા ક્રાંતિકારીઓની યા તો હત્યા કરવામાં આવી અથવા તેમને ફાંસીએ ચડાવવામાં આવ્યા. આવા ક્રાંતિકારીઓના નામો ઘર ઘરમાં પ્રચલિત બન્યા.

અંગ્રેજ અખબાર, ધ એમ્પાયર, એ લખ્યું હતું:

                                     

5.1. બંગાળના ભાગલા, ૧૯૦૫ જુગંતર

બગીન્દ્ર ઘોષની આગેવાની હેઠળ જુગંતર સંગઠના બાઘા જતીન સહિતના ૨૧ ક્રાંતિકારીઓએ શસ્ત્રો અને વિસ્ફોટકો એકત્રિત કરવા અને બોમ્બ બનાવવાનું શરૂ કર્યું.

આ જૂથના કેટલાક વરિષ્ઠ સભ્યોને રાજકીય અને સૈન્ય તાલીમ માટે વિદેશ મોકલવામાં આવ્યા હતા. તેમાંથી એક, હેમચંદ્ર કાનુંગોએ પેરિસમાં તેમની તાલીમ મેળવી. કોલકાતા પરત ફર્યા પછી તેમણે કલકત્તાના મણિકતલા પરામાં ગાર્ડન હાઉસ ખાતે સંયુક્ત ધાર્મિક શાળા અને બોમ્બ ફેક્ટરી સ્થાપી. ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકીએ ૩૦ એપ્રિલ ૧૯૦૮ મુઝફ્ફરપુરના જિલ્લા ન્યાયાધીશ કિંગ્સફોર્ડની હત્યાનો પ્રયાસ પ્રયાસ કર્યો જેથે પોલીસે તપાસ શરૂ થઈ અને ઘણા ક્રાંતિકારીઓની ધરપકડ થઈ.

બાઘા જતીન જુગંતરના ટોચના નેતાઓમાંના એક હતા. હાવડા-સિબપુર કાવતરા કેસ હેઠળ, ઘણા અન્ય નેતાઓ સાથે તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર રાજદ્રોહ બદ્દ્લ કામ ચલાવવામાં આવ્યું, આક્ષેપ એ હતો કે તેઓએ શાસક સામે લશ્કરની વિવિધ રેજિમેન્ટોને ભડકાવી હતી.

બીનોય બાસુ, બાદલ ગુપ્તા અને દિનેશ ગુપ્તા કોલકતાના ડેલહાઉઝી ચોકમાં આવેલી સચિવાલય ઈમારત - રાઈટર્સ બિલ્ડિંગ પર હુમલો કરવા માટે જાણીતા છે, તેઓ પણ જુગંતરના સભ્ય હતા.

                                     

5.2. બંગાળના ભાગલા, ૧૯૦૫ અલીપોર બોમ્બ કાવતરાનો ખટલો

કોલકાતામાં બોમ્બ બનાવવાની પ્રવૃત્તિના મામલે ઓરોબિંદો ઘોષ સહિત જુગંતર પક્ષના અનેક નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી. કેટલાક કાર્યકરોને અંદમાન સેલ્યુલર જેલમાં દેશનિકાલ કરવામાં આવ્યા હતા.

                                     

5.3. બંગાળના ભાગલા, ૧૯૦૫ દિલ્હી-લાહોર કાંડનો ખટલો

૧૯૧૨ માં બ્રિટીશ ભારતની રાજધાની કલકત્તાથી નવી દિલ્હી સ્થાનાંતરણ થઈ તે પ્રસંગે ક્રાંતિકારીઓ દ્વારા ભારતના તત્કાલિન વાઇસરોય લોર્ડ હાર્ડિંગની હત્યા કરવાની યોજના ઘડવામાં આવી હતી. આ યોજનાને દિલ્હી-લાહોર કાવતરા તરીકે ઓળખવામાં આવે છે. સચિન સન્યાલની સાથે રાસ બિહારી બોઝની અધ્યક્ષતામાં બંગાળના ભૂગર્ભ ક્રાંતિકારીઓ આ યોજનામાં શામેલ હતા. આ યોજના હેઠળ ૨૩ ડિસેમ્બર ૧૯૧૨ ના દિવસે દીલ્હીન ચાંદની ચોકમાંથી નીકળેલા એક સરાઘસમાં વાઈસરોયની અંબાડી પર એક હાથબોમ્બ ફેંકી તેમની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો. તેમાં વાઈસરોય તથા તેમના પત્ની મામૂલી ઈજાઓ સાથે બચી ગયા હતા જ્યારે મહાવત માર્યો ગયો હતો.

આ ઘટના પછી, બંગાળી અને પંજાબી ક્રાંતિકારીઓની ભૂગર્ભ પ્રવૃત્તિઓને નાશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, આથી ક્રાંતિકારીઓની પ્રવૃત્તિઓ થોડા સમય માટે તીવ્ર દબાણ હેઠળ આવી. રાશ બિહારીએ લગભગ ત્રણ વર્ષ સુધી સફળતાપૂર્વક ધરપકડથી બચતા રહ્યા અને ગદર ષડયંત્રનો પર્દાફાશ થતાં પહેલાં તેઓ તેમાં સક્રિયપણે શામેલ હતા છેવટે ૧૯૧૬માં તેઓ છટકીને જાપાન ચાલ્યા ગયા.

વાઈસરોયની હત્યાના પ્રયાસ પછીની તપાસ બાદ દિલ્હી કાવતરાના ખટલાની સુનાવણી થઈ. જોકે બોમ્બ ફેંકવાના ગુન બદ્દલ બસંત કુમાર બિશ્વાસને અને આ કાર્યમાં સહાય કર્યા બદ્દલ અમીર ચાંદ અને અવધ બિહારીને ફાંસીની સજા થઈ, પણ બોમ્બ ફેંકનાર વ્યક્તિની સાચી ઓળખ આજ દિવસ સુધી કોઈ જાણી શક્યું નથી.                                     

5.4. બંગાળના ભાગલા, ૧૯૦૫ હાવડા ગેંગ કેસ

શમસુલ આલમની હત્યાના મામલે બાગા જતીન ઉર્ફે જાતિન્દ્રનાથ મુખર્જી સહિત મોટાભાગના જાણીતા જુગંતર સંગઠનના નેતાઓની ૧૯૧૦માં ધરપકડ કરવામાં આવી. બાઘા જતીને સંઘની કાર્યવાહીની વિકેન્દ્રિત કરી દેધી હોવાથી ૧૯૧૧માં અન્ય સૌ નેતાને છોડી દેવામાં આવ્યા હતા.

                                     

6. ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગ

ઓલ-ઈન્ડિયા મુસ્લિમ લીગની સ્થાપના ૧૯૦૬માં, ઢાકા હાલ બાંગ્લાદેશ ખાતે અખિલ ભારતીય મુહમ્મદન શૈક્ષણિક પરિષદ દ્વારા કરવામાં આવી હતી. બ્રિટિશ ભારતમાં મુસલમાનોના હિતોને સુરક્ષિત રાખવા એક રાજકીય પક્ષ તરીકે તેની સ્થાપના કરવામાં આવી હતી.તેણે પાકિસ્તાનની રચના પાછળ નિર્ણાયક ભૂમિકા ભજવી હતી.

૧૯૧૬ માં, મહમ્મદ અલી ઝીણા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા, જે ભારતની સૌથી મોટી રાજકીય સંસ્થા હતી. તે સમયેના શિક્ષણ, કાયદો, સંસ્કૃતિ અને ઉદ્યોગ પરના બ્રિટીશ પ્રભાવોને જોતા મોટાભાગના કોંગ્રેસીઓની જેમ જિન્નાએ સંપૂર્ણ સ્વરાજ્યનું સમર્થન કર્યું ન હતું. જીન્ના સાઠ સભ્યોની શાહી વિધાન પરિષદના ઈમ્પીરીય લેજીસ્લેટીવ કાઉન્સીલ સભ્ય બન્યા. કાઉન્સિલ પાસે કોઈ વાસ્તવિક શક્તિ અથવા અધિકાર નહોતો, અને તેમાં મોટી સંખ્યામાં અંગ્રેજો-તરફી વફાદારો અને યુરોપિયનોનો સમાવેશ થતો હતો. તેમ છતાં, કાયદેસર રીતે મુસ્લિમ વક્ફ ધાર્મિક સમર્થનને લાગુ કરવાવાના અને બાળ લગ્ન સંયમ અધિનિયમ પસાર કરવામાં તેઓ નિમિત્ત હતા. તેઓ સેન્ડહર્સ્ટ સમિતિમાં સ્થાન પામ્યા હતા, જેણે દેહરાદૂનમાં ભારતીય સૈન્ય એકેડેમીની સ્થાપના કરવામાં મદદ કરી હતી. પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન, ઝીણા પણ અન્ય કોંગ્રેસીઓની જેમ અંગ્રેજોને યુદ્ધમાં સમર્થ આપવાના પક્ષધારી હતા

                                     
  • અન અન ય પ રવ ત ત ઓમ આગળ પડત ભ ગ લ ત - મ ભ રત છ ડ ચળવળ સમય સ વત ત રત સ ગ ર મમ વ યક ત ગત સત ય ગ રહ કરત ત ઓન ધરપકડ કરવ મ આવ અન
  • પ રત બ ધ મ ક ય હત ક રણ ક ત મ કલ ક ર ન ભ રત ય ન ત ઓ તર ક દર શ વ ય હત જ ભ રત ય સ વત ત રત ન ચળવળ દરમ ય ન સ ન સરન પ ત ર હત બ જ વ શ વ ય દ ધ
  • સત ય ગ રહ ઓન બ ર ટ શ સ ન ક એ મ ર મ ર ય હત આ સમ ચ રન પ રસ દ ધ એ ભ રત ય સ વત ત રત ચળવળ તરફ વ શ વન ધ ય ન આકર ષ ત કર ય અન ભ રતમ બ ર ટ શ શ સનન ક યદ સરત
  • મણ બ ન પટ લ એપ ર લ કરમસદ - એ ભ રત ય સ વત ત રત ચળવળન ક ર યકર અન ભ રત ય સ સદન સભ સદ હત ત ઓ ભ રત ય સ વ ત ત ર ય સ ન ન અન ન ત સરદ ર વલ લભભ ઈ
  • અન ત મન ન ત ત વમ અ ગ ર જ સ મ લડ ઇ લડ અ ગ ર જ ન વ ર ધ ધ ભ રત ય સ ન ક ન ચળવળ જ ઇ બહ દ ર શ હ ઝફરન ગ સ સ પણ ફ ટ પડ ય અન ત મણ અ ગ ર જ ન હ દ સ ત નન
  •  અન સ ન જ લ થઈ. ભ રત ય પ લ સન સ આઇ.ડ એ છ મહ ન સ ધ ત મન પ છ પરછ કર આ સમય દરમ ય ન ત મન ચળવળ સ બ ધ ગ પ ત મ હ ત આપવ વ દ શમ
  • ય વ ન અન ભ રત ય સ વત ત રત ચળવળન ય ગ ય દ શ આપ આ પ ર વ ભ રતન સ વ તત ર યન લડત નરમપ થ ઓ ક જ ઓ બ ર ટ શ ઉપન વ શ ય પ રણ લ મ ભ રત ય ભ ગ દ ર ન તરફ ણ
  • લ જપત ર ય જ ન ય આર નવ મ બર એક ભ રત ય સ વ ત ત ર ય સ ન ન હત ત મણ ભ રત ય સ વત ત રત ચળવળમ અગત યન ભ મ ક ભજવ હત ત ઓ પ જ બ ક સર
  • ભ રત ય સ વ ત ત ર ય સ ગ ર મન વખતમ મ ઓગસ ટ, ઇ. સ. ન દ ન ગ ધ જ દ વ ર કર ય લ આહ વ ન પર ભ રત છ ડ આ દ લનન આર ભ થય હત આ આ દ લન ભ રત દ શન
  • પ રક શન દ વ ર ભ રત ય ન ત ઓન જ વનચર ત ર છપ વ ય અન લ ક મ વહ ચ ય કચ છન ર જ શ હ ન પ રજ લક ષ બન વવ કચ છન ગ મડ ગ મડ ફર ચળવળ ચલ વ ત ઓ એક ખ બ

Users also searched:

...