Back

ⓘ ચરી નૃત્ય ભારત દેશના રાજસ્થાન રાજ્યનું આકર્ષક અને પ્રસિદ્ધ લોકનૃત્ય છે. આ નૃત્ય ગુર્જર અને સૈની સમુદાયની મહિલાઓ સામુહિક રીતે કરે છે. રાજસ્થાનના અજમેર તેમ જ કિશન ..




ચરી નૃત્ય
                                     

ⓘ ચરી નૃત્ય

ચરી નૃત્ય ભારત દેશના રાજસ્થાન રાજ્યનું આકર્ષક અને પ્રસિદ્ધ લોકનૃત્ય છે. આ નૃત્ય ગુર્જર અને સૈની સમુદાયની મહિલાઓ સામુહિક રીતે કરે છે. રાજસ્થાનના અજમેર તેમ જ કિશનગઢ પ્રાંતમાં આ નૃત્ય વિશેષ પ્રચલિત છે. ચરી નૃત્ય રાજસ્થાનમાં મોટા સમારોહ સમયે, તહેવાર સમયે, જન્મ કે લગ્ન જેવા શુભ અવસરે કરવામાં આવે છે. ફલકુબાઈ આ નૃત્યની પ્રસિદ્ધ નૃત્યાંગના છે.

સંગીત અને નૃત્ય રાજસ્થાની સંસ્કૃતિ સાથે ઊંડાણપૂર્વક વણાયેલી છે. આ નૃત્યમાં પરંપરાગત શૈલીના સુંદર તેમ જ રંગબેરંગી પોશાક પહેરી તેમ જ ઘરેણાંઓથી શણગાર સજી મહિલાઓ પોતાના માથા પર માટી કે ધાતુના ભારે વાસણ ઘડો લઈ હાથ છુટ્ટા રાખી, ઘડાને સંતુલિત રાખીને નૃત્ય કરે છે. નૃત્ય દરમિયાન આ ઘડા ઉપરના ભાગમાં તેલનો મોટો દીવો સળગાવવામાં આવે છે. ઘડાને અડક્યા વિના સંતુલિત કરી, હાથ અને પગનું સુંદર સંચાલન કરી મહિલા નર્તકીઓ સમુહમાં ગોળ ગોળ ફરતાં આ નૃત્ય કરવામાં આવે છે. આ પરંપરાગત કલા માટે નાની વયથી જ સખત તાલિમની જરૂર પડે છે. રાત્રીના અંધારામાં આ નૃત્ય અત્યંત સુંદર લાગે છે.

આ નૃત્ય વેળા પરંપરાગત રાજસ્થાની સંગીત વગાડવામાં આવે છે, જેની સાથે નગારાં, ઢોલક, ઢોલ, હારમોનિયમ, થાળી વગેરે સંગીત-વાદ્યોનો ઉપયોગ કરવામાં આવે છે.

Users also searched:

કુચીપુડી નૃત્ય, ધમાલ નૃત્ય, ભારતના નૃત્યો, ભારતીય શાસ્ત્રીય નૃત્ય, ભારતીય નૃત્ય ના પ્રકાર,

...
...
...